એ મુલાકાત
એ મુલાકાત
પૂનમની અજવાળી રાતની એ મુલાકાત,
યાદ છે મને પ્રીતનાં ઝાંઝરની એ મુલાકાત,
હતાં કેવાં ગુલતાન આપણે પારેવડાની જેમ,
પહેલાં પ્યારનાં પ્રથમ સ્પર્શની એ મુલાકાત,
ના તું કંઈ બોલ્યો, ના હું કંઈ બોલી, બસ,
મૌનની સરવાણી વચ્ચેની એ મુલાકાત,
આંખોમાં ઈજન હતું પ્યારનું ને જામ ટકરાયાં,
આ તો નજરોનાં જામની હતી એ મુલાકાત,
રાતરાણીની મહેક મહેકાઈ ગઈ સારી કાયનાતમાં,
ને તું આવી ફોરમાય ગઈ હતી એ મુલાકાત,
શીતળ પવનને પણ વહેવું છે શરમ છોડીને,
જો, હું ઊભો છું બાંહ ફેલાવીને, એ મુલાકાત,
"સખી" આવું છું તારી બનીને તારી પાસે તને આલિંગવા,
ધબકતા બે દિલની બની એ મુલાકાત.