Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Parmar

Fantasy Others

5.0  

Rahul Parmar

Fantasy Others

ગોતું છું

ગોતું છું

1 min
616


દૂર રહી પ્રેમ કરવા રાધાતત્વ હું ગોતું છું,

લખું પ્રેમને શબ્દોમાં એવી તાકાત હું ગોતું છું;

પ્રેમમાં ઝેરનો કટોરો પ્રેમથી પીવાઈ ગયો,

એ ઝેર પચાવનાર જોગણ મીરાં હું ગોતું છું;

લખું પ્રેમને...


મશાલ સાથેજ નરસિંહનો હાથ સળગ્યો,

એવા રાસ દેખાડનાર શ્યામને હું ગોતું છું;

રુકમણીજીને મળ્યો અખિલ બ્રહ્માંડનો સ્વામી,

યમુના તીરે યશોદાનો તોફાની કાન હું ગોતું છું;

લખું પ્રેમને...


સંગીતના વાજિંત્રો બધા સરસ્વતી સમાન છે,

રાધા રાધા પૂકારે વાંસળીના એ સૂર હું ગોતું છું;

આ કળયુગમાં એક અર્જુન હું પણ બની શકું,

પણ રથચાલક કૃષ્ણ જેવો સાથી હું ગોતું છું;

લખું પ્રેમને...


આજકાલના ડિજિટલ મિત્રોની લાંબી યાદીમાં,

ટોળામાં મસ્તીથી રમતો સુદામાનો યાર ગોતું છું;

લૈલા મજનું, હિર રાંજા આ પ્રેમ અમર થયો,

થાય અનહદ પ્રેમ એવો હમ'રાહ' હું ગોતું છું;

લખું પ્રેમને...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy