Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Parmar

Others

4.0  

Rahul Parmar

Others

મને તો ખાલી 'રાહ' જ ફળે છે

મને તો ખાલી 'રાહ' જ ફળે છે

1 min
75


જ્યાં ફૂલડાં વેરાવું ત્યાં કાંટા જરે છે,

મારા પણ મને હવે ભૂલતા ફરે છે;


દરદ - જખમ છુપાવું છું બધા,

નયનથી એકમાત્ર અશ્રુ સરે છે;


વસંતની લહેરકી મનભાવન છે,

અને પાનખરમાં માત્ર પત્તા ખરે છે 


મનુષ્યમાં કોઈને કંઈ દેખાતું નથી,

જ્યારે પથ્થર સામે પણ સર ઝૂકે છે;


મંદિર, મસ્જિદ, ચર્ચ બધું એક છે,

દિલમાં ઉતરી તો જુઓ ત્યાં પણ પ્રભુ વસે છે;


જીવનના બધા જ મોડ પર અંધારું કોરી ખાય છે,

ઝાંકીને જુઓ તો હજી બંધ ઓરડે દીવો બળે છે;


વરસાદમાં હું અને લાગણી બંને ભીંજે છે,

પણ અવકાશમાંથી માત્ર ટીપા પડે છે;


આભમાં હજારો તારા ટમટમે છે,

પણ લોકોને ખાલી ચાંદ ગમે છે;


હું તરી આવું સમંદર સાત,

પણ આ સમંદરમાં ક્યાંક મત્સ્ય રમે છે;


પહાડ પરથી એકત્ર થાય છે નીર,

ત્યારે એક સરિતા વહે છે;


લોકોને ઈચ્છા મજલની ભલે ને હોય,

મને તો ખાલી "રાહ" જ ફળે છે.


Rate this content
Log in