Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Niky Malay

Fantasy

4.8  

Niky Malay

Fantasy

હયાતીના અક્ષરો

હયાતીના અક્ષરો

1 min
297


અક્ષરો ભુસાતાં જાય છે હયાતીના કેટલા !

જે શોધે ન જડે પ્રેમમાં ઓવારણા એટલા.


નથી રમતું હવે કોઈ દાદાનો ડંગોરો,

થયો એવો ભણતરનો પોપટ પટારો.


રહી નથી હવે પાઘડીને ચાખડી જગતમાં,

આવ્યો પોતાની ધૂનનો જમાનો વતનમાં.


ચોરાએ માથા ને વડલાના  છાયા,

કે દુ’ની સંકેલાઈ ગઈ એ બધી માયા.


પ્રાણીના પ્રાણ  ને પંખીડાના નામ,

ખાલી રહી ગયા પિંજરે હવે  માન.


મંદિરોમાં ભગવાન મૂંઝાઈ ઘંટ વગર,

સર્કિટના માનવી ઘડે પોતાની ચલમ.

 

સીમમાં  ભાથુ ને બળદો ની વાટુ,

બદલાઈ ગયુ  બધુ ડિજિટલે ઘાટુ.


અનાજના કોઠાર ને તાપડાની ઢાંક,

પવનના  ઝાંપટે  ઉડી  ગઈ ખાખ.


બંટીને  બાજરો સુંપડે  ને  વાવટે,

બ્રેડ  બટર અહીં સૌ મોમાં ઝાંપટે.


નથી રહ્યો ખાટલો ને પટારો કોઈ ખૂણે,


હડફાંનો રોટલો  હવે  ફ્રીજમાં  ફરે.


કારીગરી  વિંઝણો ખોખારવા  વિદાયે,

એશી ની હવા રહે છે કાયમ સદાયે.


જાનૈયાની પંગત ને મહેમાનોની રંગત,

કઢંગી બની  ગઈ અનાજની ઢંગત.


ભાતીગળ  ભરત  ને હેલની ઈંઢોણી,

રહી ગઈ  મ્યુઝીયમ ચિત્રમાં એકલી.


પાણીકળો  ને  ગોતાખોરનો   ગજબ,

અવિશ્વાસી  દુનિયામાં થઈ ગયો ખતમ.


લીમડાની ડાળી ને વડલાના હીંચકા,

રહી  ગયા ફક્ત હવે કુંડના બીબડા.


મૈયતની માટલી ને સ્મશાનના લાકડાં,

વિખેરાઈ ગયા સૌ બધા સગા આપણા.


સંબંધોનું  ગાડુ લઇ આવ્યું આશ્રમે મને,

મારી હયાતીના રહ્યા અક્ષરો ખોળવાને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy