Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti rathod "krushna"

Inspirational

4  

Jagruti rathod "krushna"

Inspirational

કાચી માટીની કાયા

કાચી માટીની કાયા

1 min
424

કાચી માટીની કાયા માટીમાં મળવાની,

જન્મ ધર્યો શા કાજે વાત રે કળવાની !

કરમ-ધરમના થાશે આખરે સરવાળા,

સત્કર્મની સિલક જમાંખાતે ભળવાની !

રોટલો ભૂખ્યાને પાણી તરસ્યાને પાજો,

નીર્યા જો પશુંને, દુઆ લાખ મળવાની !

જમણે કર આપ્યું, ડાબો કદીયે ન જાણે,

તારા-મારાની માયા મનડાને છળવાની !

હરતાં ને ફરતા મનવા પ્રભુને ભજી લે,

હરિના દરસની તરસ અંતે તો ફળવાની !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational