Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational Others

4.3  

Nana Mohammedamin

Inspirational Others

ખબર ન હતી

ખબર ન હતી

1 min
57


ખબર ન હતી તેની લાગણીઓ સમય સાથે બદલાઈ જાય, 

ખબર ન હતી લાલચની દુનિયામાં સપનાઓ વેચાઈ જાય,


માનતો રહ્યો હું જેમના સાથને અતૂટ આજ સુધી, 

ખબર જ ન હતી કે તેની જરૂરિયાતોને અહીં પ્રેમ કહેવાય,


ખબર ન હતી આંખના પલકારામાં સંબંધો વિખરાઈ જાય, 

ખબર ન હતી જોતજોતામાં કોઈ આપણાથી રિસાઈ જાય, 


ચાહતો રહ્યો હું તેમને મારા જ સ્વભાવ પ્રમાણે,

ખબર જ ન હતી કે અહીં સ્વભાવની પણ કિંમત અંકાય,


ખબર ન હતી જીવનસફરમાં હરકોઈ આવતા જાય,

ખબર ન હતી સ્વાર્થ સુધી સંગાથી મારા બની જાય, 


મળતો જેમને "નાના" કહાનીમાં અલ્પવિરામ મૂકીને,

ખબર જ ન હતી કે આને જ અહીં તો પૂર્ણવિરામ કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational