Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4.5  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

નહીં કરું

નહીં કરું

1 min
52


આવવું હોય તો આવજે, હું બાકી દબાણ નહીં કરું,

જાણી લેજે મારી મનોદશા, હું બાકી જાણ નહીં કરું,


છો ને ભડકે બળી જતું આ ઈચ્છાઓનું નગર, 

ગલીમાં તોફાન મચાવી, હું બાકી રમખાણ નહીં કરું,


છેલ્લા શ્વાસ સુધી રાહ જોતો રહીશ તારી,

અરે ! મોત સામે કરગરી, હું બાકી રોકાણ નહીં કરું,


તારા તરફથી જરા માન - મર્યાદા રાખી લેજે,

અપમાનથી હદ વટાવી, હું બાકી ભંગાણ નહીં કરું,


બે વચ્ચે દીવાલ ચણાઈ ગઈ તો રહેવા દે,

તોડી ખેદાનમેદાન કરી, હું બાકી ચાલાણ નહીં કરું,


"નાના"નો મસલો દિલનો છે તો દિલમાં જ રાખીશ,

પ્યાર જગ જાહેર કરી, હું બાકી વેચાણ નહીં કરું.


Rate this content
Log in