ખુશીના દિન
ખુશીના દિન
અમે રોજ ભજનમાં રહીએ રે,
ઈશ્વર ભકિતમાં તલ્લીન રહીએ,
ઈશ્વર સંગ ખુશીના દિન છે રે.
ભકિત થકી મનને આનંદમાં રાખીએ,
સુખ સંતોષની લાગણી અનુભવીએ,
ઈશ્વર સંગ ખુશીના દિન છે રે..
ઈશ્વર થકી યે સંસાર સંભવ છે,
ઈશ્વર વિના સઘળું નિરર્થક છે,
ઈશ્વર સંગ ખુશીના દિન છે રે.
મનુષ્ય દેહ મળ્યો મોંઘેરો,
મુકિતનો માર્ગ છે બહું આકરો,
ઈશ્વર સંગ ખુશીના દિન છે રે.
રામનામ એક ઉદ્ધાર છે,
મોહમાયા થકી સંકટ હજાર છે,
ઈશ્વર સંગ ખુશીના દિન છે રે.