Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

મનનો આસ્વાદ

મનનો આસ્વાદ

1 min
394

એક ખૂણો ભીંજાયો આજે દિલનો,

યાદ આવ્યો મને મમતાનો રોટલો,

બનાવતી હાંડવો રૂડોને ભેળપૂરી,

વળી હોય કારેલાનું ભરેલું મસ્ત શાક,

પણ મારામાં ન ભળતી એ મીઠાશ‌ !

સાસરિયે આવી ઘણું શીખ્યું આજે,

હજું તોએ નવી જ પડું છું રોજેય,

કેમ કરતી હશે સંચાલન મા મારી,

રોજ અમારી આગળ ધરતી થાળી,

કાશ હું પણ બનું માનું પ્રતિબિંબ !

મારી મનગમતી પાણીપુરી આજેય,

આવે યાદ છે મને મનભરી ભરીને,

છતાં સમય સાથે બદલાયો મોભો,

મન મુકીને ન ભરાય સ્વાદ જીભનો,

ફરી એકવાર દીકરી બની જવાય !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational