મોટા ભાઈ અને ભાભી
મોટા ભાઈ અને ભાભી
વાત વાતમાં ખીજાય જાય, આ કેવા મોટા ભાઈ ?
આપણું કંઈ સાંભળે નહીં, આ કેવા મોટા ભાઈ ?
કામ હોય તો જાવું ક્યાં, વિચારું શું ?મોટાભાઈ
પીઢ અનુભવી પણ ગુસ્સાવાળા, આ કેવા મોટા ભાઈ ?
વિચારું છું કહેવું કોને, સાંભળશે મારા ભાભી !
વાત મારી સાંભળીને, હસી દેતા મારા મોટા ભાભી,
આજકાલ સંયુક્ત કુટુંબમાં રહેવું કોઈને ગમતું નથી,
સ્નેહભર્યો વ્યવહાર ભાભીનો, બીજી મા છે મોટા ભાભી.