Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

4  

Vijay Shah

Tragedy

નડ્યા કરે

નડ્યા કરે

1 min
401


ભીતર બેઠેલાં  દર્દનું ભારણ નડ્યા  કરે,

વિતેલી  યાદોનું કોઈ વળગણ નડ્યા કરે !


ઊથલાવી જિંદગીના પાના થાક્યો છું હું હવે,

સત્ય અને અસત્યની સમજણ નડ્યા કરે !


જગની ભીડભાડમાં શોધી રહ્યો છું ખુદને,

જીવવા માટેનું  કાયમ  કારણ નડ્યા કરે !


કોઈનો થવા કાજે આજે કોશિશ ઘણી કરી,

સમયે સાથે  હારનું  સગપણ નડ્યા કરે !


સબંધો સઘળાં નિત ખૂબ નિભાવ્યા "વીજ"

સમજ્યાં જેને પોતાના પ્રતિક્ષણ નડ્યા કરે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy