Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Atil LN

Romance Others

4  

Atil LN

Romance Others

નયનની પાર

નયનની પાર

1 min
324


તું નયનની પાર જોવા દે મને,

પ્રેમના ધબકાર જોવા દે મને,


રોક ના વરસાદની વાછટ હવે,

બારણાની બહાર જોવા દે મને,


બે ઘડી રોકાઈ જાને પાંપણે,

સ્વપ્નનો આકાર જોવા દે મને,


ડૂબવાનું મન થયું છે આજ તો,

મન ભરી મઝધાર જોવા દે મને,


ભર બપોરે ચાંદ દિલના આંગણે,

છે નવો તહેવાર જોવા દે મને,


કેવી તું ભીંજાય છે વરસાદમાં !

પાણીમાં અંગાર જોવા દે મને,


રૂબરૂ છે, માણવા દે, રોક ના,

'જિંદગી છે', યાર જોવા દે મને,


એક "આશુ" ઝીલવા દે હાથમાં,

હોઈ કેવો ભાર જોવા દે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance