Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

1 min
353

ઘણી ખામોશી ને થોડી વાત,

યાદ છે મને એ પહેલી મુલાકાત,

હા યાદ છે મને એ પહેલી મુલાકાત.

શબ્દોને બદલે આંખોથી અમે,

કરી હતી બે દિલોની વાત,

હા યાદ છે મને એ પહેલી મુલાકાત.

અમાસના અંધારે પણ જ્યારે,

ભાળી હતી પૂનમની રાત,

હા યાદ છે મને એ પહેલી મુલાકાત.

અજનબીમાંથી બની ગયા બંને,

જુગ જૂનાં પ્રેમીઓની જાત.

હા યાદ છે મને એ પહેલી મુલાકાત.

એના જ નામની ચૂંદડી ઓઢું હવે,

જેમાં ચમકતી હોય તારલાની ભાત.

હા યાદ છે મને એ પહેલી મુલાકાત.

Rate this content
Log in

Similar gujarati poem from Romance