Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel

Romance

4  

purvi patel

Romance

પ્રેમગીત

પ્રેમગીત

1 min
297

અધરોનું મૌનવ્રત, છતાં બધું કહેવાઇ જાય છે,

બંધ પોપચાંમાં જ હવે તો સપના ઢબુરાય જાય છે. 

હૃદયના દીવડાની ટમટમતી પ્રેમ જ્યોત છે,

જાણે કાનોમાં રણકી જતું એક કેકારવી ગીત છે.

હાથોમાં બંગડીની ખણખણતી આ પ્રીત છે,

ટેરવાને અડતા જ ઉગી નીકળેલું આ પ્રેમગીત છે. 

પાયલના રણકારમાં હરખાતો આ પાગલ મીત છે,

તારા અહેસાસની આ અનોખી એવી રીત છે.

જીવનના આકાશમાં તારલે મઢેલી આ રાત છે,

આ તો તારા મારા મળ્યાની મીઠી એવી વાત છે.

Rate this content
Log in

Similar gujarati poem from Romance