Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમનું હું ગીત છું

પ્રેમનું હું ગીત છું

1 min
194


હું તારા નયનોનું તેજ છું,

હું તારા ચહેરાનું સ્મિત છું,

જો તું મારા પ્રેમને સ્વિકારે તો,

તારા માટે હું પ્રેમનું ગીત છું,


હું તારા શબ્દની કલમ છું,

હું તારા સ્વરનો સાઝ છું,

જો તું મુજ સંગ સ્વર મેળવે તો,

તારા માટે હું પ્રેમનુ ગીત છું,


હું તારા દિલની ધડકન છું,

હું તારા શ્વાસોની સરગમ છું,

જો તું મુજ સંગ તાલ મેળવે તો,

તારા માટે હું પ્રેમનું ગીત છું,


હું તારી પાયલનો નાદ છું,

હું તારા નૃત્યના બોલ છું,

જો તું મુજ સંગ લય મેળવે તો,

તારા માટે પ્રેમનું હું ગીત છું,


હું તારા પ્રેમની વસંત છું,

હું તારી સાવનની ઘટા છું,

"મુરલી" તું મુજને દિલમાં સમાવે તો,

તારા માટે હું પ્રેમનું ગીત છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama