Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રિયતમનો વિશ્ચાસ

પ્રિયતમનો વિશ્ચાસ

1 min
16

નયનોથી ઈશારો કરી રહ્યો છું હું, 

જરા પણ મચક આપતી નથી તું,

છતાં પણ હું વાટ જોઈશ તારી, 

તું ક્યાં સુધી રસ્તો બદલતી રહીશ ?

ભલે તારાથી ખૂબ દૂર રહીશ હું,

નકાબથી સૂરતને ભલે સંતાડે તું,

છતાં પણ હું આશા રાખીશ તારી,

તું ક્યાં સુધી મુજથી છૂપાતી રહીશ ?

સહન કરી રહ્યો છું આદત તારી હું,

ક્યારેક તો યાદ કરીશ મુજને તું,

મિલન કરીશ હું જરૂર સાથે તારી,

તું ક્યાં સુધી નફરત કરતી રહીશ ?

વિશ્વાસથી કહું છું પ્રિયે તુજને હું,

મારા હૃદયમાં વસવા તડપીશ તું,

મારા હૃદયના દ્વાર ખુલ્લા છે "મુરલી",

ક્યાં સુધી મુજને અવગણતી રહીશ ?

Rate this content
Log in

Similar gujarati poem from Romance