Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller Others

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller Others

પીવાના જળની તડપ

પીવાના જળની તડપ

1 min
13


નિર્જન રસ્તા ઉપર ચાલી રહ્યો છું,

ગ્રીષ્મનું આગમન અનુભવી રહ્યો છું,

સૂર્યના કિરણોથી ઘાયલ બનીને હું,

પીવાના જળને શોધવા ભટકી રહ્યો છું,


ચાલી ચાલીને હવે શ્રમિત થયો છું,

પરસેવાથી તરબતર બની ગયો છું,

આંખોનાં અંધારા કાબુમાં રાખીને હું,

પીવાના જળ માટે ખૂબ તડપી રહ્યો છું,


અધરો સૂકાઈ જતા પરેશાન થયો છું,

જીભની ભીનાશ પણ ગુમાવી રહ્યો છું,

મારા શ્વાસોશ્વાસને સમતોલ કરીને હું,

તરસનું શમન કરવા માટે અધિરો થયો છું,


દૂર સરિતાનો પ્રવાહ નિરખી રહ્યો છું,

તન મનને લહેરાતાં અનુભવી રહ્યો છું,

સરિતાના જળનું પાન કરીને "મુરલી", 

મારી તરસનું શમન કરીને તૃપ્ત થયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance