સ્મિતનું મહોરું
સ્મિતનું મહોરું
નારી નિત નવા રૂપ જ ધરે,
દર્દ છુપાવે સ્મિતના મહોરે.
દિલના સો ટુકડાઓ માંહે,
સંબંધોનાં એ બિંબ નિહાળે.
ઝાકળ ઝરમર સ્વપ્નો આંજી,
વહે સદા ખુદ સમયની ધારે.
દીકરી, પત્ની, બહેન કે માતા,
સ્નેહ સજાવે સઘળા મહોરે.
ભજવે સૌ પાત્રો સમર્પિત થઈ,
નિઃસ્વાર્થ ન્યાય આપે સૌ મહોરે.