Hardik Parmar

Tragedy Inspirational Thriller

3  

Hardik Parmar

Tragedy Inspirational Thriller

આંધળો છો?

આંધળો છો?

1 min
207


 "આંધળો છે..? દેખાતું નથી તો રોડ પર જોયા વગર ચાલે છે." ગાડી અથડાયા બાદ નીચે પડેલાં એક વ્યક્તિ પર દિપેવ ગુસ્સે થઈને બોલ્યો.

એ વ્યક્તિ ઊભા થતાં થતાં બોલ્યો,"માફ કરશો..! થોડી જલ્દી હતી એટલે ખબર ના રહી." 

દિપેવ ગાડી લઈ ત્યાંથી નીકળી ગયો અને રસ્તામાં કોઈનો ફોન આવ્યો ચાલુ ગાડી પર તે ફોન પર વાત કરતાં જતો હતો અને અચાનક એક કાર સાથે તેનો અકસ્માત થઈ જાય છે. દિપેવને હોસ્પિટલ એડમીન કરવો પડે છે; થોડા દિવસ બાદ રજા મળતાં તે ઘરે આવે છે.

એક દિવસ તે ગાર્ડનમાં ચાલતો જતો હોય છે અને એક વ્યક્તિ તેની સાથે અથડાય છે જતાં જતાં બોલતો જાય છે,"આંધળો છે કે..!"

દિપેવને આ શબ્દો જાણે કાનમાં હથોડા માફક વાગ્યા પણ કશું બોલ્યા વગર હાથમાં રહેલી પેક લાકડી ખોલીને ચાલવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy