Hardik Parmar

Romance Fantasy Inspirational

4  

Hardik Parmar

Romance Fantasy Inspirational

સાચો પ્રેમ

સાચો પ્રેમ

1 min
401


પલકને હંમેશા મયંકથી ફરિયાદ રહેતી કે જયારે આપણે બહાર જઈએ ત્યારે તે હાથમાં હાથ નાખીને ન ચાલે, બાઈક પાછળ વળગીને બેસું એ પણ ન ગમે, કોઈ પાર્ટીમાં સાથે ડાન્સ કરવાનો હોય તો પણ ન ગમે. આવો પ્રેમ હોય ?

મયંક હંમેશા પલકને પ્રેમથી બેસાડી કહેતો તને ખબર છે..! મને એ બધો ગામને દેખાડો કરતાં હોય તેવું લાગે છે અને મને એ બધું પસંદ નથી. આપણે એકલા હોઈએ અને તને પ્રેમમાં ક્યારેય એવું લાગે તો કહી દેવાનું.

એકદિવસ બાજુના ઘરમાં ઝઘડો ચાલતો હતો, પલકે જઈ જોયું તો પતિ પત્ની જ હતાં, જેઓના પ્રેમને જોઈ તે મયંકને તેવું કરવા કહેતી; આ જોઈ તે વિચાર વિચારમાં દાદર ઉતરતાં પગથિયું ચૂકી ગઈ અને નીચે પડી, પગમાં ફ્રેક્ચર આવ્યું, મયંકને ખબર પડતાં ફટાફટ તે ઘરે આવ્યો અને પ્રેમથી ખિજવાયો કે "ક્યાં ધ્યાન હતું ?"

15 દિવસ ચાલવાની મનાઈ લીધે મયંક સવારે વહેલો ઊઠી થોડી ઘરસફાઈ કરી જાતે જ ટિફિન બનાવી લેતો અને પલકને પણ તૈયાર કરી નાસ્તો આપી ઓફિસ જતો, સાંજે જમવાનું તૈયાર લઈ આવતો, દિવસમાં કેટલીવાર ફોન કરી પલકને પૂછ્યા કરતો.

બાજુવાળા લોકો આ બધું જોતાં હતાં અને ખબર પૂછવા આવે તો એક જ વાત કહેતાં,"બહુ નસીબદાર છે કે તને આવો ઘરવાળો મળ્યો."

આ સાંભળી પલક વિચારતી કે સાચો પ્રેમ કયો ? હું કહેતી હતી એ કે પછી મયંક કહેતો હતો એ ?


Rate this content
Log in

Similar gujarati story from Romance