Madhav Gaming

Abstract Horror

4.0  

Madhav Gaming

Abstract Horror

અમાસની રાત

અમાસની રાત

2 mins
170


" શ્રીમતીજી ! પેકિંગ શરૂ કરો. "

" લે હાલ ! વળી પાછી બદલી થઈ ? હજુ આવીને માંડ ઠરીઠામ થયાં. તોબા તોબા. . . . તમારી આવી નોકરીથી. "

" અરે મેડમ ! સદનસીબ કહો કે તમને જુદી જુદી જગ્યાઓ જોવા મળે છે ! નવાં નવાં લોકો સાથે સંબંધો બંધાય છે. "

" એ બધું તો સમજ્યાં. પણ. . . એતો કહો હવે ક્યાં પોસ્ટીંગ થયું છે ? "

" પાલનપુર ! જવા માટે તૈયાર ને ? "

સુચિતાના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી જે જોઈને તેનો પતિ સચીન ખુશ થઈ રહ્યો હતો. છ સાત દિવસમાં બધું પેકિંગ થઈ ગયું. કચ્છનાં ભરૂચથી પાલનપુર સુધીની લાંબી મુસાફરી કરવાની હતી. આગળ સામાનનો ટેમ્પો અને પાછળ કાર નેશનલ હાઈવે પર પુરપાટ દોડી રહી હતી. અમાસની કાળી ડિબાંગ રાત હતી. તમરાનો અવાજ રાત્રિને ભેંકાર અને ડરામણી બનાવી રહ્યાં હતાં. દૂર દૂરથી શિયાળની લાળીનો અવાજ આવી રહ્યો હતો.

 આવું બિહામણું દ્રશ્ય જોઈને સુચિતા સચીનની નજીક સરકી અને તેની છાતીમાં પોતાનો ચહેરો છૂપાવીને બેસી ગઈ. ત્યાં. . . જ એક ઘરરરર. . . . ઘરઘરાટી સાથે ગાડી અટકીને ઊભી રહી ગઈ. ઘોર અંધકારમાં આગિયાના અજવાળામાં સચીનને બે તગતગતી આંખો તાકી રહી હતી. સચીન પણ ઘડીભર માટે ડરી ગયો. એવી જગ્યાએ ગાડી અટકી હતી કે ક્યાંય બહાર પણ નીકળી શકાય એમ નહોતું. સચિને આગળ સામાન લઈને જતાં ટેમ્પો ડ્રાઈવરનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો. એટલી વારમાં તો તેમની કારને કોઈ ખટખટાવી રહ્યું હતું. સુચિતા અને સચીન બજરંગબલીનું નામ સ્મરણ કરવા લાગ્યાં.

" સાહેબજી ! દરવાજો ખોલો. એ તો હું ટેમ્પો ડ્રાઈવર. . . ! "

સચીને રાહતનો શ્વાસ લીધો અને દરવાજો ખોલ્યો. સાહેબને ડરેલા જોઈને ડ્રાઈવર પરિસ્થિતિ સમજી ગયો.

" સાહેબ ! આ રસ્તા પર એક પ્રેમી યુગલે અમાસની કાજળ રાત્રિએ પોતાની જાન ગુમાવેલી. એટલે. . . તે સ્ત્રી પોતાનાં પ્રેમીની તલાશમાં નીકળે છે એવું ગામનાં લોકો કહે છે. તે ડાકણ બનીને ભટકે છે અને કોઈ યુવાન જોડલુ જોઈને તેમાં પોતાનો પ્રેમ શોધે છે. . . !"

 બંનેએ અંજામ સુધી પહોંચ્યા વગરની એક અધૂરી લવ સ્ટોરી સાંભળીને ઊંડો નિસાસો નાખ્યો. ઈશ્વરનો આભાર માન્યો. મનોમન વિનંતી કરી કે દરેક પ્રેમીને પોતાનો પ્રેમ મળે.


Rate this content
Log in

More gujarati story from Madhav Gaming

Similar gujarati story from Abstract