Isha Kantharia

Children Stories Inspirational Children

4.0  

Isha Kantharia

Children Stories Inspirational Children

અનોખી ભેટ

અનોખી ભેટ

1 min
163


          હું જ્યારે સરકારી શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ભણાવવા જતી હતી. ત્યારે હું ૪ ધોરણની શિક્ષિકા હતી. બાળકો સાથે ૬ મહીનામાં તો વર્ષો જુનો લાગણીનો સંબંધ હોય એવો થઈ ગયો હતો, બાળકો સાથે તેમના વાલીઓ સાથે પણ એક સરસ સંબંધ સ્થાપિત થયો હતો.

                 મારા બાળકો દ્ધારા જે પ્રેમ મને મળ્યો એ એકદમ શુધ્ધપ્રેમ એ મારા જીવનની ખૂબ જ મોટી અને અવિસ્મરણીય ભેટ છે. મારા બધા જ બાળકોએ મને એક ગીફ્ટ પણ આપ્યું હતું જયારે હું તેમની ઉપર ગુસ્સો કર્યો કે કેમ લાવ્યા ? આટલો ખર્ચો કેમ કર્યો ? તો એકદમ માસુમ જવાબ હતો ટીચર આ ગીફ્ટ જોઈને તમે અમને યાદ તો કરશો અમે નથી ઈચ્છતા કે તમે અમને ભૂલી જાવ. 

                   આજે ૪ વર્ષ પછી પણ જયારે પણ એમને અભ્યાસને લગતી કોઈ જરૂર હોય મારી યાદ આવે તો મને ફોન કરે. મારી જીવનનો સૌથી ઉત્તમ સંબંધ. મારા બાળકો દ્ધારા મળેલ પ્રેમ મારી અવિસ્મરણીય ભેટ છે.


Rate this content
Log in