Isha Kantharia

Drama Romance Others

2  

Isha Kantharia

Drama Romance Others

છેલ્લી મુલાકાત

છેલ્લી મુલાકાત

3 mins
114


પ્રિયા ના લગ્નના પંદર દિવસ બાકી હતા અને પ્રિયા હિંચકા પર બેઠી છે. તે બેઠી હોવા છતાં પણ ત્યાં ન હતી એનું મન અને દિલ બીજે હતા. મન વ્યાકુળ થઈ ગયું હતું, હૃદય ના ધબકારા વધી ગયા હતા, આંખમાં આસું હતા, એના હાથ ની આંગળીઓ વારંવાર ફોન પર રહેલા કોલ લિસ્ટ ના એક નામ પર જઈને વારંવાર અટકતી હતી તેનો દિલ કહેતું હતું કે હું ફોન કરુ, ફોન કરું પણ મન ના કહેતું હતું.    

એ નામ હતું સમીર નું હા સમીર નું એ જ સમીર જેને પ્રિયા જીવથી પણ વધારે પ્રેમ કરતી હતી. પણ વિધાતા ને કંઈ બીજુ જ મંજૂર હતું. તેઆો એ અલગ થવું પડ્યુ હતું.

પ્રિયા અને સમીર એટલે એક આત્મા ને બે ખોળિયા હતા. પ્રિયા ને સમીર સાથેની છેલ્લી મુલાકાત યાદ આવી જાય છે. 

સમીર ફોન પર પ્રિયાને કહે છે પ્લીઝ લાસ્ટ ટાઈમ મલી લે પ્લીઝ. પ્રિયા હા કહે છે અને મળે છે.

પ્રિયા અને સમીર એક બીજાને જોઈને રડવા લાગે છે. ખૂબ જ રડે છે. પછી જાય તેમની પ્રિય જગ્યા પર જયાં તેઆે મળતા. ત્યાં જઈ ને અડઘો કલાક એકબીજાનો હાથ પકડીને બસ કંઈ પણ બોલ્યા વિના બેસી રહે છે. 

સમીરઃ કેવી છે તું રોજ મારા માટે ડબ્બો લાવે અને આજે કંઈ ની લાવી? 

પ્રિયાઃ તું લાવ્યો ચોકલેટ?

સમીરઃ હા

પ્રિયાઃ તો હું પણ લાવી જ છું ઓકે

સમીરઃ લાવ ચાલ છેલ્લીવાર મારી ગાંડીના હાથનું ખાવા મળશે પછી તો.... લાવ તું ડબ્બો લાવ

વાહ હાંડવો, ગુલાબ જામુન, ખીચડી, દમ આલું મજા પડી ગઈ આજે તો ફટાફટ આંખોમાં આંસુ સાથે તે ખાય છે તું જોયા નહી કર હું નથી આપવાનો ઓકે.

પ્રિયાઃ જોવા જા થાઈ તે કરીલે. પ્રેમભરી નજરે એને ખાતા જોઈ છે. 

સમીરઃ ચાલ ગુલાબ જામુન ખવડાવ. એક બીજાને ખવડાવે છે.

પ્રિયાઃ સમીર તારા ખોળામાં સૂવું છે 

સમીરઃ આજે કેમ પૂછે છે સુઈ જા? 

સમીર માથામાં હાથ ફેરવીને વહાલ કરે છે. 

પ્રિયા રડે છે ખૂબ જ રડે છે કહે છે સમીર સોરી પ્લીઝ મને માફ કરી દે પ્લીઝ હું બોજ ખરાબ છું આઈ એમ સોરી. 

સમીરઃ ના તે તો તારી બનતી બધી જ કોશિશ કરી ભૂલ મારી છે. 

પ્રિયાઃ કાશ હું ગોરી હતે અને તારા કરતા નાની હતે તો તારા મમ્મી માની જ જાતે. ભૂલ મારી છે. તારી મમ્મીએ કહ્યું હતું કે તું તો ડોશી છે, કાળી છે, તારામાં છે જ શું કે હું મારા છોકરાના લગ્ન તારી સાથે કરાવું? પણ સમીર તારી મમ્મીને કીધુ હતું હું બસ ત્રણ વર્ષ મોટી છું પ્લીઝ પણ તારા મમ્મી માનવા તૈયાર જ ન હતા.

સમીરઃ સોરી પ્રિયા પ્લીઝ માફ કરી દે મને 

પ્રિયાઃ ના સોરી તો મારે કહેવું જોઈએ હું લગ્ન કરવા જઈ રહી છું આઈ એમ સોરી બંને જણા ભેટી ને ખૂબ જ રડે છે. થોડી થોડી વારે પ્રિયાના થવાવાળા પતિના વારંવાર કોલ આવે છે પણ પ્રિયા ફોનને ઇગ્નોર કરે છે.

સમીરઃ પ્રિયા લગ્ન પછી તો મને મળશે જ નહીં ને હું તને ઓળખું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિને દગો નહીં આપે તો મળવા તો નહીં મળે પણ હા મહિનામાં એકવાર એકવાર મારી સાથે વાત કરી લેજે. પ્લીઝ

પ્રિયા પર મોમ નો કોલ આવે છે. 

પ્રિયાઃ સમીર જવું પડશે.. આટલું કહેતા જ જમીન ફસડાઈ પડે છે પ્રિયા અને ખૂબ જ રડે છે સમીર ઊભી કરે છે પાણી પીવડાવે છે. 

પ્રિયાઃ આ લે લગ્ન ની કંકોત્રી. આવજે લગ્નમાં. અને કેજે દુલ્હન ના રૂપમાં કેવી લાગતી છું.

સમીરઃ કંકોત્રી જોઇને ખૂબ જ રડે છે. બોલપેન કાઢે છે એના પતિના નામની જગ્યા પર પોતાનું નામ લખે છે, એના માતા-પિતા ના નામની જગ્યા પર પોતાના માતા પિતા નું નામ લખે છે અને પાગલ ની જેમ હસે છે જો આપણા લગ્ન છે. બંને ખૂબ રડે છે આ આપણી છેલ્લી મુલાકાત છે ફરી ભેટે છે અધરો નું મિલન થાઈ છે. અંતે દિલ માં દુઃખ પણ મોઢા પર સ્મિત સાથે અલગ થાઈ છે. સમીર અને પ્રિયા. 

 પ્રિયાને આ બંધુ યાદ આવતા ખૂબ રડે છે અચાનક ફોનની રીંગ વાગે છે જોઈ છે તો સાહિલનો ફોન હોય છે. એ જ સાહિલ જેની સાથે પ્રિયાના લગ્ન થવાના છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama