Dr.Yash Patel

Horror Crime Inspirational

3  

Dr.Yash Patel

Horror Crime Inspirational

બળાત્કારની એ સાંજ

બળાત્કારની એ સાંજ

5 mins
195


રિદ્ધિ રોજ કોલેજ એકટીવા લઈ ને આવતી અને જતી હતી, એના ઘરેથી કોલેજ લગભગ 15 કિલોમીટર જેટલી થતી હતી, રોજ સવારે 9 વાગે કોલેજ જવા નીકળવાનું અને સાંજે 5 વાગે પરત ઘરે ફરવાનું, રિદ્ધિનો રોજ નો નિત્ય ક્રમ.

છેલ્લા થોડાક દિવસોની વાત હતી. રિદ્ધિ એક્ટિવા લઈ ને કોલેજથી ઘરે જવા નીકળતી ત્યારે કોઈક તેનો પીછો કરી રહ્યું હોય તેવું લાગતું, પરંતુ રોડ ઉપર તો કેટલાય જતા હોય એમ સમજી એ કાન માં ઈયરફોન ભરાવી ને પોતાની મસ્તી માં ચાલી જતી હતી.

એક સાંજ ની વાત, રિદ્ધિ એક્ટિવા લઈ કોલેજથી નીકળી, થોડુંક અંતર કાપ્યા પછી એક ખાલી મેદાન ની આગળ કોઈકનો ફોન રિસિવ કરવા ઊભી રહી, ફોન પર વાત પુરી કર્યા પછી તે એક્ટિવા ચાલુ કરી જવા નીકળી ત્યાંજ એની આગળ એક રીક્ષા આવી ઊભી રહી, બાજુમા પણ રીક્ષા આવી ઊભી રહી ગઈ અને પાછળ એક સફેદ કલર ની બોલેરો ગાડી આવી ઊભી રહી, રિદ્ધિ ને ટ્રાફિક જામ થયો હશે તેમ લાગ્યું.

શિયાળાનો સમય હતો એટલે સુરજ દાદા નમવાની તૈયારી કરતા હતા,ત્યાંજ ગાડી માંથી બે જણા ઉતર્યા અને રિદ્ધિ ને પકડી બળજબરી ગાડી માં બેસાડી દીધી. આજુ બાજુ રીક્ષા ઓ હતી એટલે કોઈનું ઘ્યાન ગયું નહિ.રિદ્ધિ ની એક્ટિવા એક જણે લઈ લીધી 

એ બોલેરો ગાડી, સીધીજ એક બગીચો કો કે મોટો પાર્ક હતો ત્યાં ગઈ, પાર્ક મોટા વિસ્તારમાં ફેલાયલો, જાડી ઝખરા પણ એટલા જ હતા, સંધ્યાનો સમય થયો હતો એટલે પાર્ક બંધ થવાની તૈયારી ઓ ચાલતી હતી, લગભગ મોટા ભાગના લોકો બહાર નીકળી ગયા હતા.

રિદ્ધિ ને છેક પાર્ક ની અંદર જાડી -જાંખારા ની અંદર લઈ ગયા, રિદ્ધિ ની આખો માંથી આસું ની ધારા વહી રહી હતી, પરંતુ તેના એ આસું ઓને સારવા માટે ત્યાં કોઈ પંખી પણ જણાતું ન હતું.એના મોઢામાં ડૂચો ભરાવેલો હતો, બધા થઈ ને 8 જણા ત્યાં ભેગા થયાં, એમાંથી એક ને જોઈ ને તો નિધિ ચોકીજ જ ગઈ કારણકે તે તેના પાડોસી માં રહેતા એક કાકા હતા.8 માંથી 4 કે આધેડ વય ના પુરુષો અને બાકીના 28-30 વર્ષ ના હતા.

એમાંથી એકે આગળ જઈને રિદ્ધિ ના બધા કપડાં ફાડી નાખ્યા, આ દ્રશ્ય જોઈ જાણે ઝાડ -પાન ને પણ શરમ આવતી હોય તેમ પવન ફૂકાવા માંડ્યો.

એક એક કરીને બધાએ પોતાના કપડાં ઉતાર્યા. રિદ્ધિની નજીક જઈને વારા ફરતી બધા તેને ટચ કરવા લાગ્યા અને હાસ્ય કરવા લાગ્યા.

આ બાજુ પાર્ક બંધ થવાની તૈયારી હતી, રાજ અને પાર્થ બે મિત્રો પાર્ક માંથી નીકળવા માટે દોડતા હતા, ત્યાં એમને કોઈક હાસ્યનો અવાજ સાંભળાયો, બન્ને ને પેલા કોઈ ભૂત હોય એવું લાગ્યું, એટલે ડરી ને ભાગવા લાગ્યા, પરંતુ રાજ ને જાણે કોઈક માણસનો અવાજ લાગતો હોય એવું લાગ્યું એટલે થોડે જઈ ઊભો રહ્યો.

પાર્થ :અરે, રાજ આમ પણ આજે આપણે મોડા છીએ, આ અંદર સુધી જવાના ચક્કર માં.

રાજ :પણ કોઈક માણસો હસતા હોય એવું લાગે છે, પાર્ક બંધ થવા આવ્યો તો અંદર કોણ હશે.

ત્યાંજ એક ચીખ પડે છે અને પાછો હાસ્યનો અવાજ આવે છે,

રાજ : પાર્થ તને કોઈ ચીખ જેવું સંભળાયું ?

પાર્થ :હા, પણ કોઈક પંખી બોલ્યું હશે..

રાજ :ચાલ આપણે એ અવાજ ની દિશા માં જોતા આવીએ, પછી ઝડપીથી નીકળી જશું.

પાર્થ :અરે યાર, આમ પણ મોડયુ થયું છે ને તું પાછો, હશે કોઈ દારૂડિયા ઓ.. જવા દેને.

રાજ :અરે પાંચ ચાલને જોતા તો આવીએ,પાર્ક બંધ થઈ જશે તો અંદર રહી જશે.

રાજ અને પાર્થ બન્ને અવાજ ની દિશામાં આગળ વધે છે, થોડાક અંદર જાય છે ત્યાં તેમને સપષ્ટ અવાજ સંભળાય છે.

રાજ :આ તો કોક છોકરીનો અવાજ લાગે છે.

પાર્થ :હા યાર, જાણે મદદ માંગતી હોય તેવું લાગે છે.

બન્ને અંદર દબે પગ જાય છે, એક ઝાડી પાછળ સંતાય ને અંદર નું દ્રશ્ય જોવે છે તો બન્ને ના મોતિયા જાણે મરી ગયા હોય તેવું થઈ જાય છે.

રાજ :પાર્થ, આ તો કોઈક છોકરી પર બળાત્કાર કરે છે.

પાર્થ :હા, કેટલા ગંદા લોકો છે.

રાજ :આપણે એને બચાવી જોઈએ યાર. નહીંતર આ લોકો એની સાથે સુ સુ કરશે ?

પાર્થ :એક કામ કરીએ, આપણે પોલીસ ને ફોન કરીએ.

રાજ :હા, હમણાંજ કર.

પાર્થ ફોન કરવા જાય છે પણ નેટવર્ક નથી આવતું, તે નેટવર્ક શોધવા થોડો પાછો ફરે છે.

રાજથી આ બધું જોવાતું નથી, તે સીધોજ પેલા માણસો સામે પહોંચી જાય છે.

પેલા માણસો રાજ ને જોઈ ગભરાઈ જાય છે અને ધમકી આપે છે :એ છોકરા તારે જીવતું રેવું હોય તો ચુપ ચાપ અહીંથી જતો રહ્યે, અને હા કોઈને કઈ કેતો નહિ.

એમાંથી એક બોલે છે :તું પણ અમારી સાથે આવી જા, તું પણ મજા કર.

રાજ આ બધું સાંભળી ગુસ્સે ભરાય છે.

રાજ :તમે બધા આ છોકરી ને છોડી દો નહીંતર..

નહીંતર તું સુ કરી લઈસ.

રાજ ધીમે રહી નીચેથી માટી ઉઠાવે છે અને બધાની આખ માં નાંખે છે, બધા બૂમો પડવા લાગે છે, રાજ છોકરી ને છોડાવવાનો પ્રયત્ન કરે છે ત્યાં જ તેના હાથ ઉપર એક જણ લાકડી મારે છે.

રાજ ફરી માટી લઈ તેની આખમાં નાંખે છે. એટલા જાણે પવન જોરદાર ફૂકાય છે, જાણે કુદરતી મદદ ના આવી હોય. બધા ધૂળની ડમરીઓમાં આમ તેમ ફાફા મારે છે. રાજ રિદ્ધિ પાસે જઈ એને છોડાવે છે.

પણ ધૂળની ડામરીઓમાં કઈ દેખાતું નથી. થોડીક વાર માં બધું શાંત થઈ જાય છે.

રાજ રિદ્ધિ ને પકડી ભાગવાનું કરે છે પણ એટલામાં પેલા લોકો એને ઘેરી લે છે.

આને પેલા ઠેકાણે પાડી દો, બાકી બધું પછી જોયા જશે. રાજ બાજુમાં પડેલું એક લાકડું ઉપાડી મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ હટ્ટા કટ્ટા માણસો ને જાણે કઈ અસર જ ના થતી હોય, રાજ જાણે કાળ ને માથે લઈ લાકડી વિંજ્યા જ રાખે છે, એટલા માં એમાનો એક ધાર્યું લઈને રાજનો એક હાથ કુણીથી કાપી નાંખે છે, રાજ જોરથી બૂમો પડવા લાગે છે, નીચે જમીન પર પડી જાય. બધા હાસ્ય કરે છે. રિદ્ધિ ને તો શું કરવું એનુજ ભાન રેતુ નથી. બધા ફરીથી રિદ્ધિના શરીરને માણવામાં લાગી જાય છે. રાજ ધીમેથી ઊભો થાય છે, એની આખમાં ગુસ્સો અને આસું બન્ને હોય છે, પાછી તેએક હાથથી મુઠ્ઠી ભરી પેલા લોકો પર નાંખે છે, રાજ નીચે બેસી એક હાથે ધૂળ ઉડાડવા લાગે છે.

પેલા લોકો ની આંખોમાં ફરી ધૂળ જતી રહે છે, રાજ રિદ્ધિને છોડાવી એનું ટીશર્ટ પેરવા આપી ભાગવાનું કહે છે.

ત્યાંજ પાર્થ પોલીસ સાથે ત્યાં આવી પહોંચે છે,

પાર્થ તો રાજની હાલત જોઈ ને ગભરાઈ જાય છે અને તેને પકડીને બેસી જાય છે.

પોલીસ ઇન્સ્પેક્ટર રાજને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડે છે અને પેલા બધા ને ગીરફતાર કરી પોલીસ ચોકી એ લઈ જાય છે.

રાજે એ રિદ્ધિ ને બચાવવામાં પોતાનો એક હાથ ગુમાવ્યો, આગળ સમય પસાર થાય છે. રિદ્ધિ રાજ નેજ પોતાનો જીવનસાથી બનાવી તેની સેવા કરવાનું વચન આપે છે, સરકાર તરફથી પણ રાજ ને ઇનામ મળે છે.

આજે આવા માણસોની સમાજને જરૂર છે, ઘણી વખત સમાજ માં બંને છે કે આપણા જાણીતા જ આવા કૃત્યના ભાગીદાર હોય છે, એટલે ખરાબ માણસો સાથે ક્યારેય સંબંધ ના રાખો, ભલે એ પાડોસી જ કેમ ના હોય.

સાવચેત રહો, સાવધાન રહો, સુરક્ષિત રહો.


Rate this content
Log in

Similar gujarati story from Horror