Yash Patel

Romance Others

3  

Yash Patel

Romance Others

ક્યા યહી પ્યાર હૈ

ક્યા યહી પ્યાર હૈ

5 mins
185


લગભગ આજથી બે વર્ષ પૂર્વેની એક ઘટના ચોમાસું આવતા જ યાદ આવી જાય છે.

ચોમાસાનો સમય હતો. મેઘરાજા પોતાની મસ્તીમાં જ વરસતા હતા. જયારે આ ભૂમિ પર નજર પાથરો તો હરિયાળી જ હરિયાળી. જોતા જ મન માં થનગનાટ થઈ ઉઠે. મન પ્રફુલ્લિત થઈ જાય. કુદરત ની આ માયા માં જુદા જુદા અનુભવો થતા રહે. એ દિવસે પણ કઈક એવોજ અનુભવ થયો હતો.

લગભગ સાંજનો સમય હતો. હું પેઇન ગેસ્ટ તરીકે રહેતો હતો. એ સાંજે. કુદરત ની લીલા નું વર્ણન કરું તો આકાશ કાળા ડિમાંગ વાદળોથી અચ્છાદિત હતું. સાંજે ભૂખ લાગી એટલે આ વાતાવરણમાં થોડો ચટપટો નાસ્તો કરવાનું મન થયું.

ચાલતો ચાલતો એક પાણીપુરી વાળા જોડે જઈ ઉભો રહ્યો. એક પ્લેટ પાણીપુરીનો ઓર્ડર આપી ઉભો રહ્યો. સામે જ નજર નાખતા. એક કપલ હોય કે પ્રેમી એકબીજાને પકોડી ખવડાવતા હતા. ચોમાસા ના સમય માં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. પૈસા આપવા ના થયાં ત્યારે બંને નાજુકતાથી ઝગડાવા લાગ્યા કે હું આપીશ. હું આપીશ.

આ દ્રશ્ય જોઈ વિચાર આવ્યો કે ક્યા યહી પ્યાર હૈ ?

એ પછી હું પાણીપુરી પતાવી ચાલતો ચાલતો રૂમ ઉપર પાછો જતો હતો ત્યાંજ મેઘરાજા નું આગમન થયું. એટલે હું એક ઝાડ નીચે ઉભો રહ્યો.

થોડીજ ક્ષણો પછી એક પ્રેમી યુગલ બાઇક લઈ ને ત્યાં ઝાડ નીચે આવી ચડ્યું. બંને એક બીજા ને પકડી ને બેસેલા એટલે પ્રેમી જ હશે. બાઈક પણ સારુ અને મોંઘુ લાગતું હતું.

બાઈક સ્ટેન્ડ કરી ઝાડ નીચે મારી થોડી બાજુમાં હાથ માં હાથ નાખી ઊભા રહ્યા. મેઘરાજા ના આગમનથી અંધારા જેવું થઈ ગયેલું પરંતુ થોડે ઘણે અંશે તો દેખાતું જ હતું.

એ પ્રેમી યુવાન એક હાથ યુવતી ના ગળા માં અને બીજા હાથથી તેનો હાથ પકડી ઊભા હતા. બંને એકબીજા સામે જોઈ હસતા હતા. આ માદક દ્રશ્ય હું જોઈ રહેલો.

પાછો એજ વિચાર આવ્યો કે ક્યા યહી પ્યાર હૈ ?

મને તો આવો સમય ક્યારેય મળ્યો નહતો. એટલે આ દ્રશ્ય ને જેટલું માણી લેવાય એટલું સારુ તેવું વિચારતા વિચારતા હું એ દ્રશ્ય ને નિહાળતો હતો. જે ઉંમરે આ બધું કરવાની હતી તેતો એનેટોમી, ચરક અને સુસૃત, માં કાઢી. મહારાજ ની કૃપાથી 2 એક વખત તક પણ ઉભી થઈ પરંતુ એનેટોમી, ચરક વગેરે માં સમય આપતા આવી પળોનો વિચાર પણ ક્યારેય નહતો આવ્યો. ઠીક છે. પરંતુ આજે આ દ્રશ્ય મન ભરી માણવા માટે મન થનગનાટ કરતુ હતું.

થોડી વાર તો એ પ્રેમી યુવાન થોડીક ભીંજાયેલી પોતાની પ્રેમિકાના રૂપને જ માણતો રહ્યો.

અમે જ્યાં ઊભા હતા ત્યાં પાછળ દીવાલ અને એની પાછળ ઝાડ હતું. ઝાડ ની ઘટા માં અમે ઊભા હતા. પેલા યુવાને યુવતીનો એક હાથ પકડી કંઈક દીવાલ ઉપર ટેકવ્યો અને પછી કંઈક રોમેન્સની પળો માણવા લાગ્યો.

લગભગ બે જ મિનિટ પછી પ્રેમિકા ના શબ્દો સંભળાયા. મારી વીંટી પડી ગઈ છે. પેલા તો બંને એ મોબાઇલ ની ટોર્ચ ની મદદથી આજુ બાજુ નીચે જોયું, દીવાલ ઉપર જોયું પરંતુ મળી નઈ.

પેલી યુવતી એ દીવાલ પાછળ ટોર્ચ કરી ત્યાં જોયું. ત્યાં પાંદડા અને થોડો કચરો પડ્યો હતો. એટલે એને એમ થયું કે આમાં પડી ગઈ હશે. એટલે એણે તરતજ એના પ્રેમી ને કહ્યું આ બાજુ પડી ગઈ લાગે છે તું પેલી બાજુ જઈ શોધી લાવ. એ યુવાનના શબ્દો કાને અથડાતાજ. આ ગંદકી અને પાંદડા માં કોણ શોધે. અને આટલા ચોમાસા માં કંઈક હોય તો. ચાલ હું તને બીજી લઈ આપીશ.

જો એ વીંટી આપણી પેલી જ મુલાકાત ની હતી. તારા માટે એનું મૂલ્ય કઈ નહિ હોય પરંતુ મારાં માટે તો છે જ. તું દીવાલ ની પેલી બાજુ જઈ શોધી લાવ જા. આમ બંને વચ્ચે ઝગડાનો માહોલ ચાલુ થયો.

એટલે ફરી પાછુ પેલું વાક્ય યાદ આવ્યું કે ક્યા યહી પ્યાર હૈ ?

થોડોક સમય ઝગડ્યાં. ઝગડો ચાલતોજ હતો ત્યારે જ ત્યાંથી. એક 30-35 વર્ષનો પુરુષ પાછળ કંઈક પ્લાસ્ટિકનો થેલો પકડેલો અને બીજા હાથ માં લાકડી હતી. કપડાં પણ લગર વઘર હતા.

વરસાદ માં ભીંજાતો ભીંજાતો મારી પાસે આવ્યો. સાહેબ કંઈક આપો મારી પત્નિ 1-2 દિવસથી ભૂખી છે. એટલે મારાથી પુછાય ગયું કે તું.

સાહેબ હું પણ ભૂખ્યો છું પણ મારી પત્નિ ની તબિયત સારી નથી. ખાવાનું નઈ મળે તો મરી જશે. એની આખોમાં આંસુ આવી ગયા.

એટલા માં જ પેલા યુવાને બુમ પાડી. એ ત્યાં ગયો. સાહેબ કંઈક ખાવાનું આપો ને ?

હા આપું પણ પેલા મારું એક કામ કરવું પડશે.

બોલો સાહેબ શુ કરવાનું છે ?

આ દીવાલ પાછળ વીંટી પડી ગઈ છે તે તું લઈ આપ એટલે હું તને પૈસા આપીશ ?

સારુ સાહેબ, તમે લાઈટ પાડો હું શોધી લવ.

ઘડીક તો થંભી ગયો. પણ પછી બોલાઈ ગયું કે ભાઈ ત્યાં પાંદડા, કચરો છે. કોઈક જનાવર હશે તો. તું અહીંયા આવ હું આપું પૈસા.

ત્યાં જ પેલા યુવાને કીધું કે હું તને 100 રૂપિયા આપીશ. તું વીંટી શોધી આપ. પછી મારાથી કઈ બોલાયું નહિ. મેઘરાજા પણ ધીમાં પડ્યા હતા.

એ માણસ દીવાલ પાછળ ગયો. લાકડીની મદદથી થોડું આમ તેમ કર્યું. પેલો યુવાન આ બાજુથી મોબાઈલ ની ટોર્ચ પાડી રહ્યો નતો. થોડોક કચરો આમ તેમ કરતા વીંટી મળી ગઈ. પેલા માણસે વીંટી આપી. પેલા યુવાને 100 રૂપિયા આપ્યા અને પછી પાછા બંને એક બીજા ને ચીપકી બાઇક લઈ નીકળી ગયા.

હું પણ નીકળતો જ ત્યાં જ પેલા માણસનો આવાજ આવ્યો. સોરી સાહેબ પણ આટલા રૂપિયા માં મારે દવા અને ખાવાનું બંને થઈ જાય. મેં કીધું કે ભલા માણસ એનો વાંધો નથી પણ આમ જીવ થોડો ઝોખમ માં નખાય.

પણ શુ કરું સાહેબ 2 દિવસથી ખાવાનું કઈ મળ્યું નથી. મારી બૈરી ની હાલત તો સાવ ખરાબ છે. એટલે સાહેબ જીવ જોખમમાં નાખ્યો.

એટલે પાછું પેલું વાક્ય યાદ આવ્યું ક્યા યહી પ્યાર હૈ ?

હા અહીં પ્યાર હે.

હમણાંજ ર્ડો. શરદ ઠાકર ને સાંભળતો હતો. એમણે આવીજા એક ઘટના કહેતા. આ પ્રસંગ યાદ આવી ગયો. આવા તો અનેક પ્રસંગો બનતા હોય છે પરંતુ ક્યારેક કોઈ ટાઈટલ મળી જાય તો એ પ્રસંગ યાદ આવી જતા હોય છે. આ. મ તો મને ગીતો સાંભળવાનો શોખ નથી. પણ આતો ર્ડો. શરદ ઠાકર સર ને સાંભળતા ટાઈટલ લખવાનું મન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance