Dr.Bhavana Shah

Others

4  

Dr.Bhavana Shah

Others

ચટણી અને પરોઠા

ચટણી અને પરોઠા

3 mins
355


આંખોમાં તરવળાટ,ચહેરા પર ખાનદાનીનું તેજ અને હૈયામાં હરખ સાથે થોડી મૂંઝવણ લઈ મેઘા રસોડામાં દાખલ થઈ. ઝગારા મારતું રસોડું અને રસોડાની લાદીમાં તેનું મૂંઝાતું મુખડું દેખાઈ રહ્યું હતું, એ નવી પરણીતા મેઘાની આજે સાસરીમાં પહેલી રસોઈ હતી.

શું બનાવું ? આ લોકોને કેવું ભાવે છે ? મનમાં ને મનમાં ચકરાવે ચડે છે. શાકભાજી ભરેલી ટોપલી, મસાલાનો ડબ્બો, લોટ નો ડબ્બો, ખાંડ- ચાના ડબ્બા વળી જુદા તરી આવતા હતા. એ બધું જ એકીટસે જોઈ રહી. બધું જ તેની નજરે આવે એવી સુંદર ગોઠવણી હતી !'ભાભી ક્યાં ખોવાઈ ગયા ? હું તમને મદદ કરું ?' પાછળ આવીને ઊભેલી તેની નાની નણંદ રમાના અવાજે તેને જગાડી.  

'ના કઈ નહીં આ તો એમ જ'. કહેતી મેઘા લોટનો ડબ્બો ઉઘાડવા જાય છે ને' તેના હાથમાંથી ડબ્બાનું ઢાંકણ પડે છે. તેનો ખનન કરતો અવાજ તેની સાસુના કાન સુધી પહોંચી ગયો. દેવસ્થાનમાં બેઠેલા લતાબેન હાથમાં જપમાળા લઈ બહાર આવ્યા. 'વહુ જરા સંભાળીને મારા દીકરાએ બહુ મહેનતથી વસાવ્યું છે આ બધું ' એટલું કહીને તેમણે રમા તરફ દષ્ટિ કરી રમા રસોડામાંથી બહાર નીકળી ગઈ. 'ઉતાવળે હાથ ચલાવજો'રજતને ઓફિસે પણ જવાનું છે લતાબેન સ્વભાવ પ્રમાણે ટોકવાનું ચૂક્યા નહીં. મેઘાના હાથ લોટ બાંધવામાં વ્યસ્ત થયા. આંખોમાંથી એકાદ અશ્રુબુંદ ખરી પડ્યું. મન અવઢવમાં ડૂબ્યું.  કોણ જાણે કેમ ? લતાબેનનું આજે માળા કરવામાં મન નહોતું ચોંટતું . 'શુંય બનાવશે આ રૂપકડી ઢીંગલી ?'એમના મનમાં વિચારોના ઘોડા દોડવા લાગ્યા ને' મિક્સરનો ઘરેરાટ સંભળાયો. સવાર સવારમાં વાસણનો ખખડાટ અને મિક્સર મશીનનો અવાજ એમને બિલકુલ પસંદ ન હતો એમના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી !

'મમ્મા નાસ્તો તૈયાર છે' રમાના શબ્દો કાને પડ્યા. લતાબેનને આશ્ચર્ય થયું. 'શું બનાવી કાઢ્યું એણે !'કહેતા ડાઇનિંગ હોલમાં ઝડપથી આવ્યા. ડાઇનિંગ ટેબલ ઉપર મોટી સફેદ ડીશમાં ચક્રાકાર ગોઠવેલા પરોઠાં જોઈ તેમનો ગુસ્સો ટાઢો પડી ગયો. પારદર્શક કાચનો મોટો બાઉલ ભરેલી લીલી છમ ફુદીનાની ચટણીની સોડમથી સમગ્ર ડાઇનિંગ હોલ મહેકી રહ્યો હતો... ઘરના નાના મોટા સહુએ ફુદીનાની ચટણી અને પરોઠા વખાણી વખાણીને ખાધા.

 'વહુ આવી ચટણી બનાવીને ડબ્બો ભરી રાખજો,રોજ સવારે એને હું રોટલી કે ભાખરી સાથે ખાઈ લઈશ' મેઘાના સસરાએ નમ્ર સ્વરે કહ્યું. 'હા બાપુજી'મેઘા હરખભેર બોલી. દિવસો અને મહિનાઓ વીતતા ગયા. મેઘા ચટણી અને પરોઠા બનાવતી ગઈ. અને બધા ખાતાં ગયાં. રોજિંદા એકધારા કામોથી એ કંટાળી હતી. એમ.બી.એ.થયેલી મેઘાનો જીવ હવે ગૂંગળાઈ રહ્યો હતો. તેને સાસુને કહ્યું 'બા હવે મારે કંઈક નવું કામ કરવું છે મને ગમે એવું , મારા લાયક .' મેઘાની વાત સાંભળી લતાબેનનો મિજાજ ગયો.' તું શું નવું કરવાની ? ઘરમાં આટલાં બધાં કામો પડ્યાં છે એ તને સૂઝતાં નથી ? રોજ ચટણીને પરોઠા ટીપી નાખે છે તે ! સવાર સવારમાં. નવાં નવાં નાસ્તા બનાવો. મારો દીકરો 6 કલાક ઓફિસમાં કામ કરે છે ને' રૂપિયા લાવે છે તે ચટણીને પરોઠા ખાવાં !'

મેઘા મૂક બનીને લતાબેનના મુખને જોતી રહી. લતાબેન ત્યાંથી ચાલ્યા ગયા. ઘરની બારીમાંથી ફરર ...કરતી ચકલી આવી અને સ્તબ્ધ બનેલી મેઘાના મનને ઘડીક જગાડી જતી રહી.' કાશ હું ચકલી હોત !' તેને થઈ આવ્યું.

રજત આવ્યો એવો સોફા પર ફસડાઈ પડ્યો. એના મુખ પર એકલી ઉદાસી હતી. મેઘા ઠંડા પાણીનો ગ્લાસ લઈ હાજર થઈ. 'કેમ બેટા નિરાશ છે ? બધું ઠીકઠાક તો છે ને ! લતાબેન રજતની બાજુમાં બેસતા બોલ્યાં.' અહીં ઊભી શું રહી છે ? મારા દીકરા માટે ચા નાસ્તો લઈ આવ' ઉંચા સાદે એમને મેઘાને ફરમાવ્યું.'ચટણી અને પરોઠા ના બનાવતી મારો રજત ખાઈ ખાઈને ધરાઈ ગયો છે.' મોં કટાણું કરી લતાબેન બોલ્યા. મેઘા કંઈ જ ન બોલી શકી. એના ગળામાં કશુક ખટકી ગયું પણ બહાર નીકળી ન શક્યું.

'મા મને નોકરીમાંથી છૂટો કર્યો છે; મારાથી ઓફિસના બોસની ચમચાગીરી થતી નથી.' હેં નોકરીમાંથી છૂટો કર્યો ! આવું કેવી રીતે થાય ? તારા પગાર પર તો આખું ઘર નિર્ભર છે ! હવે શું કરીશું ? લતાબેન માથે હાથ દઈને બેસી પડ્યાં.

' ચટણી અને પરોઠાં વેંચીશુ ' મેઘાના સસરા ખુરશીમાં બેસતાં બેસતાં બોલી પડ્યાં. હાથમાં ચા અને સેન્ડવીચની ડીશ લઈને આવતી મેઘાના પગ અધવચ્ચે થંભી ગયા.


Rate this content
Log in