YASHKUMAR RAMI

Comedy Inspirational

3  

YASHKUMAR RAMI

Comedy Inspirational

ચતુર ખેડૂત

ચતુર ખેડૂત

2 mins
279


એક ગામ હતું. તે ગામમાં મોટા ભાગના લોકો ખેતી કામ કરતાં હતા. તે ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખુબ જ મહેનતુ હતો. હોંશિયાર પણ હતો. દર વખતે તે અલગ અલગ પાકની ખેતી કરી પૈસા કમાતો. એક વખત તેમને પોતાના ખેતરમાં કપાસની ખેતી કરી.તેણે ખુબ મહેનત કરી કપાસની માવજત કરી. તેણે પાણી પાયું, નિંદામણ કર્યું, ખાતર આપ્યું. તેની મહેનતથી કપાસનો વિકાસ સારો થયો. સમય જતાં કપાસ પર કેરીઓ પણ આવવા લાગી. કેરીઓ પણ મોટી અને રસદાર હતી. આજોઈ ખેડૂત ખુશ થયો.

પણ એકવાર ખેડૂત ઘરેથી પોતાના ખેતર આવ્યો તો તેણે જોયું કે ખેતરમાં એક વાંદરો હતો. તે આખા ખેતરમાં દોડાદોડી કરી રહ્યો હતો. અને કપાસની કેરીઓ તોડી બગાડ કરી રહ્યો હતો. તેણે વાંદરાને ખેતરમાંથી હાંકી કાઢવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ તે વાંદરો ખેડૂતને ગાંઠ્યો નહિ. ખેડૂત એની પાછળ દોડી દોડીને થાકી ગયો. આવું રોજે રોજ થવા લાગ્યું. ખેડૂતનો પાક બગાડવા લાગ્યો. એમ કરતાં રાત પડી. ખેડૂતે આખી રાત એ વાંદર વિષે વિચાર કર્યો કે, આ વાંદરાને કેમ કરી શીધો કરવો. એમ વિચારતા વિચારતા તેણે એક ઉપાય મળી ગયો.

 ખેડૂત એકવાર સવારે વહેલ ઉઠીને ખેતર પહોચે તે પહેલા પોતે ખેચર પહોંચી ગયો. જે જગ્યા એવાન્દ્રો બેસતો હતો તે જગ્યાની ખેડૂતને બરાબર ખબર હતી. તેણે એક યુક્તિ કરી. કપાસની કેટલીક કેરીઓ તોડીને તેમે સહેજ સહેજ ચીરા પાડી એ કેરીઓમાં તીખું તીખું લાય જેવું મરચું ભરી દીધું. પછી એ કેરીઓ વાંદરાની બેસવાની જગ્યા એ મૂકી દીધી. પછી પોતે એક ઝાડ પાછળ સંતાઈ ગયો. અને સંતાઈને વાંદરાની રાહ જોવા લાગ્યો.

થોડીવાર પછી વાંદરો ત્યાં આવ્યો. અને કેરીઓ જોઈને રાજી રાજી થઈ ગયો. તેણે કોઈ જાતનો વિચાર કર્યા વગર આખી કપાસની કેરી મોમાં નાખું ખાવા લાગ્યો. એ કેરીઓમાં મરચું ભરેલું હતું. એણે જેવી કેરીઓ ખાધી તેનું મોઢું માર્ચથી લય લાય થઈ ગયું. તે જોર જોરથી બુમો પાડવા લાગ્યો અને થૂ... થૂ... કરવા લાગ્યો અને પાણી શોધવા લાગ્યો. પણ એટલામાં ક્યાય પાણી હતું જા નહિ. એટલે તે પાણીની શોધમાં ડૂર ડૂર ભાંગી ગયો.

એ પછી વાંદરો કપાસની કેરીઓથી એટલે ડરી ગયો કે તે ખેડૂતના કપાસના ખેતર બાજુ કોઈ દિવસ ફરક્યો જ નહિ. આમ ખેડૂતે બુદ્ધી વાપરીને પોતાના પાકને વાંદરાથી બચાવ્યો.


Rate this content
Log in

More gujarati story from YASHKUMAR RAMI

Similar gujarati story from Comedy