PRAJAPATI TARLIKA

Inspirational Others

4  

PRAJAPATI TARLIKA

Inspirational Others

દીકરી સ્વતંત્ર છે

દીકરી સ્વતંત્ર છે

2 mins
308


આજે રક્ષાને જોવા માટે છોકરાવાળા આવી રહ્યાં હતાં. આખા ઘરમાં ચહલપહલ થઈ રહી હતી. છોકરો પણ ખૂબ સરસ હતો, સરકારી નોકરી કરી રહ્યો હતો અને પાંચ આંકડાનો પગારદાર હતો. બંને પરિવારવાળા ચાહતા હતા કે છોકરો છોકરી એકવાર મળી અને એકબીજાને પસંદ કરી લે તો સંબંધ પાક્કો થઈ જાય. થોડીવારમાં તો મહેમાનો એક મોટી ગાડીમાં આવી ગયાં.

મહેમાનોની આગતાસ્વાગતા કરી અને મોટાઓએ નક્કી કરીને છોકરા છોકરીને એક રૂમમાં વાત કરવા માટે મોકલ્યાં. રક્ષાએ ક્રિશ જોડે થોડી વાતચીત કરી અને ક્રિશને કહ્યું કે, "હું આ લગ્ન નહીં કરી શકું." ક્રિશ પ્રશ્નાર્થ નજરે રક્ષા સામે જોઈ રહ્યો હતો.

રક્ષા ક્રિશની નજરને પારખી જાય છે એટલે તે ક્રિશની સામે જોઈને બોલી, "ક્રિશ હું ખોટું નહીં બોલું હું તારી જોડે લગ્ન કરવા જ માગતી હતી પણ અચાનકથી મને એમ થયું કે, શું હું દરેક દીકરીની જેમ બસ આ બધું જ કરવા માટે આવી છું ?

દીકરી તરીકે જન્મી, મમ્મી પપ્પાએ પાળી પોષીને મોટી કરી અને સમજદાર બનતા બસ લગ્ન કરીને કોઈ પારકાને ઘરે જઈને પોતાનાં સાચા અસ્તિત્વને મારી નાખીને એક શોભાનું પૂતળું બનીને રહી જવાનું એ મારાથી નહીં બની શકે ક્રિશ.

મને મારા અંતર આત્માએ જગાડી દીધી છે હવે હું ક્યારેય લગ્નની વાત નહીં કરું અને હંમેશા માટે મારા મમ્મી, પપ્પા જોડે જ રહીશ. મને મળેલ આ મોકાનો હું ખૂબ મસ્તીથી ફાયદો ઉઠાવીશ અને મમ્મી પપ્પા જોડે જિંદગીને ભરપૂર માણીશ. બની શકે તો મને માફ કરી દેજે. તને અને તારા પરિવારને અહીંયા બોલાવી અને આ રીતનાં સંબંધ માટે ના કહેવું સારી વાત નથી એ હું ખૂબ સારી રીતે જાણું છું." રક્ષાની વાત સાંભળીને ક્રીશને પોતાની બહેનની યાદ આવી ગઈ જેને સાસરિયાનાં ત્રાસથી પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

ક્રિશ રક્ષાને પોતાની બહેન વિશે બધી વાત કરી અને કહ્યું, "શું દીકરી હોવો ગુનો છે ? દીકરીઓને સાસરિયામાં સ્વમાનભેર જીવવાનો અધિકાર નથી ? શું કામ સાસરિયાં કોઈની દીકરીને પોતાની દીકરી નથી માની શકતાં. શું કામ સાસરિયાનો ત્રાસ દીકરીઓની આહુતિ લેતો હોય છે ? આ ત્રાસ ક્યારે ખતમ થશે ?"

 ક્રિશની વાત સાંભળીને રક્ષા તેની નજીક આવી અને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ક્રિશ અને રક્ષા બંને હસતાં હસતાં રૂમની બહાર આવ્યાં, એટલે બંને પરિવારવાળા સમજ્યા કે નક્કી આ સંબંધ પાક્કો છે.

બંને આવીને બેઠા અને શાંતિથી ક્રિશે બંને પરિવાર સમક્ષ રક્ષાએ કહેલ વાત કરી. બંને પરિવારવાળાને રક્ષા પર ગર્વ થયો. દીકરી સ્વતંત્ર છે એ વાત રક્ષાએ સાબિત કરી બતાવી અને પોતે આજે જેટલી સ્વતંત્ર છે એ પોતાનાં મમ્મી પપ્પાનાં લીધે જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational