PRAJAPATI TARLIKA

Romance Inspirational Others

3  

PRAJAPATI TARLIKA

Romance Inspirational Others

પ્યાસી નજર

પ્યાસી નજર

3 mins
182


આજે કથાનું મન ખુબજ વ્યાકુળ થઈ રહ્યું હતું. સવારથી કોઈ કામમાં એનું મન નહોતું લાગી રહ્યું અને ઉપરથી કથનનો કોલ પણ નહોતો લાગી રહ્યો એટલે તેનો જીવ ગૂંચવાઈ રહ્યો હતો. ફરીથી કથા મોબાઈલ લઈને કથનને કોલ કરવા લાગી પણ બધું વ્યર્થ હવે સામે કોઈ કોલ ઉપાડી રહ્યું નહોતું. ત્યારનો ગળે બાજેલો ડૂમો છૂટી ગયો અને કથાની આંખો વહેવા લાગી. 

શું થયું હશે મારા કથનને ? કેમ મારો કોલ ઉપાડતો નથી ? એ ઠીક તો હશે ને ? મારી એક રીંગ વાગતાં તરત જ જે કથન સામે કોલ કરી દેતો એ કથન આજે આટલા બધા કોલ કરવા છતાંય કોલ ઉપાડી નથી રહ્યો નક્કી મને લાગી રહ્યું છે કે મારો કથન ઠીક નથી. કથનની ચિંતામાં કથાની આંખો અનરાધાર વરસી રહી હતી. 

કથા આજે સવારની કથનની જોડે વાત કરવા માટે કેટલાંય કોલ કરી ચૂકી હતી. બપોર થવા આવી પણ હજુય કથન કોલ નહોતો ઉપાડી રહ્યો. નિરાશ વદને કથા મોબાઈલ મૂકી ઊભી થવા જતી હતી ત્યાંજ રીંગ વાગી. કથાએ તરત જ કોનો કોલ છે એ જોયા વગર જ કોલ ઉપાડી લીધો અને બોલવા લાગી, "શું થયું છે તને ? કંઈ ખબર પડે છે કે નહીં હું સવારની તને કોલ લગાવી રહી છું ક્યાં છે તું ?" "દવાખાનામાં" બીમાર અવાજે કથન બોલ્યો. 

"શું થયું છે કથન ? કેમ દવાખાનામાં છે ? બોલને મને બહુ ચિંતા થાય છે." કથા ચિંતા વ્યક્ત કરતાં બોલી. કથન બોલ્યો, "મને રાત્રે હાર્ડની તકલીફ થઈ હતી. હું રાતનો આઈ. સી. યુ.માં છું. મને તારી બહુ યાદ આવતી હતી એટલે મેં મોબાઈલ મંગાવીને તને કોલ કર્યો. 

તને ખબર છે આઈ. સી. યુ.માં જ્યારે ડોકટર મારી સારવાર કરી રહ્યાં હતાં ત્યારે હું તારો ફોટો જોઈ રહ્યો હતો." કથા બોલને મારી વાત સાંભળે છે કે નહિ ?" "હા સાંભળું છું, રાતનો તું આટલો બધો બીમાર છે આટલી બધી તકલીફનો સામનો કરી રહ્યો છે અને મને કહેવું તને જરૂરી ન લાગ્યું ?" કથા રડતાં રડતાં બોલી રહી હતી. કથન કથાને રડતાં સહન નથી કરી શકતો એટલે કથાને હસાવવા માટે કહે છે રડવાનું બંધ કર હું હજુ જીવું છું." 

કથનની વાત સાંભળીને કથા વધારે રડવા લાગે છે અને કહે છે, "તું બસ આવું જ બોલ્યા કર અહી મારા દિલ પર શું વીતે છે એની ચિંતા ન કરીશ." આટલું બોલી કથા વધારે રડવા લાગે છે. કથન કથાની માફી માંગે છે અને કથાને રડતાં બંધ કરાવે છે.  

કથન જોડે વાત થતાં કથા ખુશ થઈ જાય છે. તેનાં ચહેરા પરની રોનક પાછી આવી જાય છે. કથા અને કથન એકબીજાને બહુ પ્રેમ કરે છે. હમણાં થોડા જ સમયમાં બંને એકબીજાને ઓનલાઈન મળ્યાં હતાં. હજુ તો તે બંને એકબીજાને રૂબરૂ મળ્યા પણ નથી છતાંય એ બંનેનો પ્રેમ સાતમા આસમાને પહોંચી ગયો છે. બંનેને પોતપોતાની મજબૂરીઓ હતી એટલે એ લોકો જાણતા હતાં કે જિંદગીમાં તેઓ ક્યારેય રૂબરૂ મળશે નહીં.

આજે કથનની બીમારીની વાત સાંભળીને કથા પોતાને કથનને મળતાં રોકી શકતી નથી એટલે થોડીવારમાં કથા કથનને જણાવ્યાં વગર દવાખાને જવા માટે નીકળી જાય છે. ત્યાં પહોચીને કથા સ્ટાફ પાસેથી કથનનો રૂમ નંબર જાણીને સીધી કથનના રૂમમાં પહોંચી જાય છે. કથન સૂતો હતો એટલે કથા ચૂપચાપ એને નિહાળી રહી હતી. 

કથા કથન પાસે બેસીને કથનના માથે હાથ ફેરવી રહી હતી. કથનની હાલત જોઈને કથાની આંખો વહી રહી હતી. કથાના આંસુ કથનનાં ચહેરા ઉપર પડે છે એટલે કથનની આંખ ખુલી જાય છે. બંને પ્યાસી નજરે એકબીજાને જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. પોતાની સામે આમ અચાનક કથાને જોઈને કથન અને કથા એકબીજાને પ્રેમથી બહુ જોરથી ભેટી પડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance