Pramod Mevada

Horror Others

4  

Pramod Mevada

Horror Others

જીવતું સ્વપ્ન-૨

જીવતું સ્વપ્ન-૨

3 mins
14.3K


અસિત તરત જ રસોડામાં દોડ્યો અને જોયું તો રીટા જમીન પર બેઠેલી હતી અને પગમાંથી લોહીનો રેલો વહી રહ્યો હતો. અસિતે તરત જ રીટાના પગમાં પડેલ ઘાવ જોયો અને ફર્સ્ટ એડ બોક્સ લાવી પાટો બાંધી દીધો. રીટાને ટેકો આપી તે બેડરૂમમાં લઈ આવ્યો અને એને આરામ કરવા કહ્યું. રસોડામાં જઈ અસિત બે કપ કોફી બનાવી લાવ્યો. રીટાને એક કપ આપી તે બીજો કપ લઈ બહાર ડ્રોઈંગરૂમમાં આવી બેઠો અને પેપર વાંચવા લાગ્યો. પેપરમાં એક એડ પર તેનું ધ્યાન ખેંચાયું. કોઈ જ્યોતિશીની એડ હતી. આમતો અસિત આ બધામાં વિશ્વાસ ન કરતો પણ હમણાં હમણાં એ જે અનુભવી રહ્યો હતો એના કારણે તેણે એક વખત આ જ્યોતિશીનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. તેણે એડમાં આપેલ એડ્રેસ અને ફોન નમ્બર મોબાઈલમાં સેવ કરી લીધો અને ફ્રેશ થઈ ત્યાં જવા નક્કી કરી લીધું. બેડરૂમમાં જઈ રીટાને તબિયત વિશે પૂછ્યું અને ફેમિલી ડોક્ટરને ફોન કરી એમના કહ્યા મુજબ એક પેઇનકિલર આપી અને સુવડાવી તે ફ્રેશ થવા ગયો. 

        લગભગ અડધા કલાકમાં ફ્રેશ થઈ તે બહાર નીકળ્યો અને રીટાને સૂતી જોઈ તેને ડિસ્ટર્બ કરવું યોગ્ય ન લાગતા મોબાઈલ અને કારની ચાવી લઈ નીકળ્યો. એણે સેવ કરેલ એડ્રેસ પર પહેલા ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ લીધી અને ત્યાં જવા નીકળી પડ્યો. ભવિષ્યમાં શું બનવાનું છે એ કોને ખબર હોય છે ! છતાંય હરેક વ્યકતિને જાણી લેવાની જિજ્ઞાસા જ દુઃખોને નોતરી લાવે છે. અસિતને ખબર ન હતી કે એ નીકળી તો પડ્યો છે પણ હવે એની જિંદગી પહેલા જેવી નહિ રહેવાની. શહેરમાં જ પરંતુ છેક છેવાડે આવેલ એ વિસ્તારમાં પહોંચતા અસિતનો ખાસ્સો સમય નીકળી ગયો. કઈક અણગમાને કૈક જુગુપ્સાના અર્ધમિશ્રિત ભાવ સાથે એ આપેલ સરનામે પહોંચ્યો. દેખાવે સાદું સિમ્પલ લાગતો દરવાજો ખોલી તે અંદર પ્રવેશ્યો ત્યાં તેની નજર સામે રહેલ મહાકાલના મોટા ફોટા પર પડી.

મહાકાલનો ફોટો કૈક અલગ જ દેખાતો હતો. લાલ રંગે કરેલું ત્રિપુંડ રક્ત રંજીત દેખાતી જીવંત આંખો... છુટ્ટા કેશ... હાથમાં ત્રિશુળ... બેકગ્રાઉન્ડમાં સ્મશાનનો ચિતાર... અસિતને કૈક અલગ જ અનુભૂતિ થઈ. જાણે કે આ ફોટો તે પહેલાં પણ ક્યાંક જોઈ ચુકેલો છે પણ ક્યાં તે યાદ નહતું. ફોટો નીચે મુકેલ ધુપની ધ્રુમસેર સીધી ફોટા પર જતી હતી અને ઉપર સિલિંગમાં વિલીન થયા પહેલા જ ફેલાઈ જતી હતી. ગુગળ અને લોબાનનો મિશ્રિત ધૂપ કૈક અલગ જ વાતાવરણ ખડું કરી રહ્યો હતો. હજુતો તે આ બધું જોઈ જ રહ્યો હતો ત્યાં એકદમ જ એક હાથ તેના ખભાને સ્પર્શયો. તેણે ચોંકીને પાછળ જોયું તો એક સાધુ જેવા વ્યક્તિએ તેને પૂછ્યું. 'બોલો ભાઈ કેમ આવવું થયું ?' અસિત ક્ષમભર તો કઈ બોલી ન શક્યો. થોડીક વાર રહી તેણે પેપરમાં આવેલ એડ અને તેણે ફોન કરી એપોઇન્ટમેન્ટની વાત કરી એટલે તે ભાઈએ તેને સામે સોફા પર બેસી રાહ જોવા કહ્યું. 

ગાડીમાં નીકળતી વખતે તેણે પાણી પીધું હતું એટલે સખ્ખત તરસ અનુભવતા તેણે આજુબાજુ જોયું પણ પાણીની કોઈ સગવડ ન દેખાતા એણે પેલા ભાઈને પાણી માટે પૂછતાં તેમણે સામે એક ખૂણા તરફ ઈશારો કર્યો. અસિત એમણે બતાવેલ જગ્યા પર જઈ પાણી પી પાછો આવ્યો ત્યાં એ ભાઈએ એને અંદર જવા ઈશારો કર્યો. અસિત સામે દેખાતી ઓફિસના દરવાજા પાસે પહોંચી દરવાજાને હળવો ધક્કો આપ્યો. દરવાજો તરત જ ખુલી ગયો. અસિત અંદર પ્રવેશ્યો. સામે જ મોટું ટેબલ હતું ને એના સામાં છેડે એક જટાધારી પણ શાલીન કહેવાય એવા એક મહારાજ બેઠા હતા. અસિતે પ્રવેશતા જે મહાકાલનો ફોટો જોયો હતો એવા જ કંઈક કપાળમાં ત્રિપુંડ... ખુલ્લા કેશ... પણ આંખોમાં કઈક અલગ ભાવ હતો. 

રીતસર વાતાવરણમાં ગંભીરતા કરતા તો ગમગીની જેવો માહોલ લાગતો હતો. અસિતની સામે જોતા જ એ મહારાજ બોલ્યા. 'અસિત ભાઈ ને ? બોલો શું થયું ? કેમ આટલો સમય લગાવ્યો તમે આવવામાં ?' અસિત જબરદસ્ત રીતે ચોંકી ગયો. એને જે સાંભળ્યું એ ખરેખર એમણે કહ્યું કે એને કોઈ ભ્રમ થયો એ નક્કી નહતો કરી શકતો. મહારાજે આગળ વાત ચલાવી. 'આજે સવારે કોઈ ઘટના બની છે ઘરમાં ? કોઈ પોતાના વ્યક્તિનું રક્ત જોઈ મન વ્યાકુળ બની ગયું છે ને ?' અસિતને એક પછી એક સરપ્રાઈઝ મળી રહી હતી. અસિત કઈ બોલવા પ્રયત્ન કરે એ પહેલાં જ મહારાજે એમની વાત આગળ ચલાવી. 'પેલો સિક્કો હજુ સાચવી રાખ્યો છે ને ?' અસિતને બધું ડામાડોળ થતું લાગ્યું. એ કઈ વિચારે તે પહેલાં જ...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Horror