Pratik Dangodara

Inspirational

3  

Pratik Dangodara

Inspirational

જિંદગીની સફર

જિંદગીની સફર

2 mins
262


જિંદગીની આ સફર કંઈક અલગ જ મોડ લઈને આવતી હોય છે, જે દરેક વાતમાં આનંદ શોધે છે દરેક વાતમાં હાસ્યને શોધવાનો પ્રયત્ન કરે છે, નાની વાતમાંથી પણ ખુશીને શોધતો રહે છે તે જ કદાચ આ સફરમાં ટકી રહે છે. દરેક વાતને ઊંડાણપૂર્વક વિચારવાની કોઈ જરૂર હોતી નથી અમુક વાતોને ફક્ત વર્તમાનની અંદર માણીને ક્ષણમાં જ ભૂલી જવાની હોય છે. કોઈ સફર વિશે બહુ જાજુ વિચારવું એ શાણપણ નથી, ઘણીવાર સફરમાં ચાલવાનો જે આનંદ આવે છે એ મંઝિલે પહોંચ્યા પછી પણ નથી આવતો. કોઈ એવી વાત જેનાથી તમે પોતાની જાતને દુઃખદ અનુભવો છે તે વાતને વિચારવાથી તમે જો તેના સમાધાન સુધી પહોંચી શકો તો જ વિચારો બાકી તેને વિચારવાનો કોઈ જ અર્થ રહેતો નથી. અમુક જગ્યાએ જાણી જોઈને અણસમજુ થવું પણ ખૂબ જરૂરી છે. બંને બાજુ ચાલતી આ દુનિયામાં વસવું ખૂબ કઠિન હોય છે. મારા મોઢે મારા અને તમારા મોઢે તમારા એવાં સંબંધોનું પ્રમાણ વધતું જાય છે અહીં કોણ શુ કરે છે શું કામ કરે છે તેનાથી કોઈને કંઈ જ ફેર પડતો હોતો નથી, તમે ક્યાં છો કેમ છો તેનાથી કોઈને કંઈ જ લેવાદેવા હોતું નથી, જે વર્તમાનને માણે છે તે જ સુખી છે, તમારો ભૂતકાળ ગમે તેવો સારો હશે પણ વર્તમાનમાં આનંદ ન લઇ શકો તો તે કઈ જ કામનું નથી. ગમે તે પરિસ્થિતિ આવે તેમાંથી સકારાત્મક દ્રષ્ટિકોણ લઈ પોતાને પ્રેરણા આપો, એ દિવસ હવે જાજો દૂર નથી જે દિવસની તમેં કેટલાય વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બસ હંમેશા સકારાત્મક વિચારો કરતા રહો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational