Pratik Dangodara

Others

4.0  

Pratik Dangodara

Others

મૌનની પરિભાષા

મૌનની પરિભાષા

2 mins
213


 દોસ્તો, તમને જાણીને આશ્ચર્ય લાગશે કે મૌન એ એક પ્રકારની બોલી જ છે, એક પ્રકારની વાણી જ છે. પણ દરેક વ્યક્તિ તેને સમજી શકતું નથી. એવા જૂજ લોકો હોય છે જે આ મૌનની ભાષાને સમજવા સક્ષમ હોય છે. જેમ અમુક લોકો વધારે બોલ બોલ કરે છે અને પોતને વધારે બોલતા આવડે છે એમ બતાવે છે અને અંદરથી આનંદ મેળવતા હોય છે, એમજ અમુક લોકો તેને બોલતા આવડતું હોય છતાં પણ એ પોતે એકદમ શાંત રહે છે અને કશું જ બોલતા નથી અને ફક્ત બીજાની વાતો સાંભળે છે આમ એ પોતાના મૌનનો આનંદ માણતા હોય છે. દરેક વાતનો ઉત્તર આપવો એ જરૂરી નથી. અમુક વાતો તેને ધ્યાન ન આપવું એ પણ એટલું જ જરૂરી છે. એટલે અમુક બાબતમાં ધ્યાન ન આપો. જો તમને મૌનની ભાષા સમજાય છે તો તમે બોલવા કરતા મૌન પર વધુ ધ્યાન આપો. તમે કોઈ દિવસ વધારે બોલશો તો કંઈક આડુ બોલવાની શકયતા વધારે રહેશે અને તમને તેનો પાછળથી પસ્તાવો પણ થશે. પરંતુ તમે જ્યાં યોગ્ય લાગે ત્યાં જ બોલશો બાકી તમારા મૌનનો સહારો લેશો તો એનો તમને પાછળથી પસ્તાવો નહીં થાય. માટે જ્યાં જરૂર જણાય ત્યાંજ બોલો. ખોટા બોલવા માટે એટલા બધા આતુર ન થાઓ, જેટલા મૌન રહેશો એટલા વધારે પ્રિય રહેશો.

શરૂઆતમાં તમને થોડું કપરું લાગશે, પણ એકવાર તમે જો આ કરી શકો તો પછીથી તમે માનને પાત્ર થશો. એટલે જરૂર પૂરતું બોલો પોતાની વાણી જેમતેમ ના વેડફો. જેમ બને તેમ શાંત રહો મૌન રહો અને હંમેશ માટે આનંદિત રહો હસતા રહો.


Rate this content
Log in