Nirali Shah

Fantasy

4.6  

Nirali Shah

Fantasy

કાશ્મીર

કાશ્મીર

2 mins
303


"જો પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો તે અહીં છે, અહીં છે અને અહીં જ છે." ખરેખર કાશ્મીર માટે સાચું જ કહ્યું છે. મેં તો નક્કી કર્યું છે કે આ વખતે તો દિવાળી વેકેશનમાં કાશ્મીર જ જવું છે. ધરતી પર નું સ્વર્ગ. કેટલીય ફિલ્મોમાં આ ધરતી પરનાં સ્વર્ગને જોયું છે પણ પ્રત્યક્ષ જોવાનો લહાવો હજી સુધી મળ્યો નથી. ધર્મેશ ભાઈ અને ભાભી ને પણ કહી રાખ્યું છે કે આ વખતે તો દિવાળી વેકેશન માં કાશ્મીર જ જઈએ પણ એ લોકો ઉનાળુ વેકેશનમાં જવાનું કહે છે, કંઈ વાંધો નહીં, ઉનાળુ વેકેશનમાં જઈશું.

કાશ્મીરનું નામ લઈએ કે તરત જ એની સાથે ગુલમર્ગ, સોનમર્ગ, દાલ સરોવર અને એના શિકારાં, સફરજનનાં બગીચા, કાશ્મીરી કાવો, કાશ્મીરી શાલ, સ્વેટર, કેસર, જરદાળુ, અખરોટ અને કંઈ કેટલુંય યાદ આવ્યાં વગર રહે નહીં.

મેં તો નક્કી કર્યું છે કે જ્યારે હું કાશ્મીર જઈશ ત્યારે રહીશ તો હાઉસ બોટમાં જ. જ્યારથી ફિલ્મોમાં નાયક અને નાયિકા ને હાઉસ બોટમાં ગીતો ગાતા જોયા છે ત્યારથી મને તો બસ એનું ઘેલું લાગ્યું છે, અને મેં નક્કી કર્યું છે કે જ્યારે હું કાશ્મીર જઈશ તો હું પણ હાઉસ બોટ માં જ રહીશ અને પછી કાશ્મીરી ડ્રેસ પહેરી ને ફોટા પડાવીશ. અરે ! મારી બહેનપણી પૂર્વી કહેતી હતી કે ત્યાં કાશ્મીર માં કાશ્મીરી વર્ક વાળા ડ્રેસ બહુ જ સરસ મળે છે તો એ પણ 2-3 લઈ લઈશું, પાછા આવતી વખતે 2 કિલો સફરજન, કેસર ની 4-5 ડબ્બીઓ પણ લેતી આવીશ.

બરફનાં પહાડો વચ્ચે સ્નો જેકેટ અને સ્નો શૂઝ પહેરી ને એક બીજા પર બરફનાં ગોળા બનાવી ફેંકવાની તો મજા કેંક ઓર હોય છે. બસ પછી બરફમાં રમી ને ઠંડી લાગશે એટલે ગરમાગરમ કાવો પીશું. ખરેખર ખૂબ મજા કરીશું.  બાળપણથી મારું સપનું છે કાશ્મીર જોવાનું, એ હવે પૂરું થશે. આ વખતે તો ઉનાળુ વેકેશનમાં કાશ્મીર જવાનું પાક્કું.

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati story from Fantasy