Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

ખોવાયેલો પ્યાર

ખોવાયેલો પ્યાર

3 mins
130


" ઓહ હો ખેલૈયો તૈયાર થઈ રહ્યો છે એમને ? પણ દોસ્ત આજે તો પહેલું નોરતું છે તોયે આટલા રોલા .! શું વાત છે ?"

" એ ય હવે બંધ કર તારો બક્વાસ. પાર્ટી પ્લોટમાં તો પહેલી નવરાત્રિથીજ ગરબાની રમઝટ બોલે. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ !"

" વાહ વાહ ભાઈ ! આજે તારો આ યાર .તારો જીગરી દોસ્ત ..તારો ટાઇમ વેસ્ટ કરી રહ્યો છે એમને ? હું તારી ફિલીંગ સમજુ છું યાર. છેલ્લાં ત્રણ વર્ષથી તું દરેક પાર્ટી પ્લોટમાં એક પાગલ પ્રેમીની જેમ એને ગોતવા નીકળે છે. પણ . તું યે ગજબ છે .!"

" હ વે એક પણ શબ્દ આગળ બોલ્યો છે ને તો તને તારા આ દોસ્તની સોગંદ છે. હા હું દીવાનો છું અને પાગલ પણ છું. મને આખી દુનિયામાં મૈત્રી સીવાય બીજું કોઈ દેખાતું નથી. આખું વર્ષ

હું માત્ર નવરાત્રી આવવાની રાહમાં જ વિતાવું છું. હું જીવી રહ્યો છું જ આ નવ દિવસ માટે. બોલ .કહેવું છે કઈ બીજું ? "

" મીત મારાં દોસ્ત ! હું બધું જ જાણું છું. પણ આમને આમ ક્યાં સુધી ? બેવફાઈનુ બીજું નામ એટલે જ સ્ત્રી લક્ષ્મી અને સ્ત્રી બંનેને શાસ્ત્રોએ પણ ચંચળ કહી છે .!"

" પ્લીઝ યાર ! દુનિયાની બીજી સ્ત્રીઓની મને નથી ખબર પણ મૈત્રી વિશે અને તેની વફા વિશે એક પણ ઉતરતો શબ્દ હું સાંખી સક્તો નથી તોય કેમ તારી વાત હરી ફરી ને ત્યાંજ આવીને અટકી જાય છે ?"

ત્રણ વર્ષ પહેલાંની એક નવરાત્રીનો પહેલો જ દિવસ હતો. ગરબે ઘૂમવાનો શોખીન મીત તેનાં મિત્રો સાથે રાજકોટનાં " રૂમ ઝૂમ નોરતાં " નામનાં ખેલૈયાઓના હોટ ફેવરીટ

પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. હજુ એન્ટ્રી ની ફોર્મલિટી પૂર્ણ કરીને અંદર જ પ્રવેશે છે ત્યાં તેની ટકકર એક અપ્રતિમ સૌન્દર્ય ધરાવતી યુવતી સાથે થઈ જાય છે.

" શું આમ બાઘડાની જેમ દોડ્યે જાય છે ? આંખો છે કે આંધળો છે ?"

વાત વધતી ચાલી. મીતને આજ સુધી આવું કોઈએ કહ્યું જ નથી. એટલે તેનો મગજ પણ તપી ગયો. મિત્રો વચ્ચે પડ્યાં

પણ કોઈ ટસ થી મસ થાય નહીં. અંતે વાત પાર્ટી પ્લોટના વ્યવસ્થાપકો સુધી પહોંચી. લોકોનું ટોળું એકઠું થયું. એક કલાકને

અંતે મામલો માંડ જતાં થાળે પડ્યો. કહેવાય છે ને કે તકરારને પ્રેમમાં ફેરવતાં વાર કેટલી ? ચીનગારીને ભડકો થતાં વાર કેટલી ? એક સુગંધિત કણને સઘળું સુગંધી કરતાં વાર કેટલી ?

અને થોડાં જ દિવસોમાં બેય એકબીજાને દિલ આપી બેઠાં !

એકબીજાનાં પ્રેમમાં એટલાં બધાં પાગલ થઈ ગયાં કે દિવસ,રાત,વાર,માસનું ભાન પણ ભૂલી ગયાં. પૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધાની ઊંચાઈ એ પહોંચી ગયો પ્રેમ. જાણે કે" દો તન ઔર એક જાન." રોજ એકબીજાને મળવાનું એટલે મળવાનું.

" એય મૈત્રી ! પાંચ દિવસ પછી તો પહેલું નોરતું. આપણાં પ્રેમની પહેલી વર્ષગાંઠ. ત્યાં જ ઉજવીશું ને જ્યાં આપણે એકબીજાને પહેલી વાર મળ્યાં હતાં ?"

" હા .હા..! જો સાથ ગમતીલો હોય તો સમયનું ભાન પણ ભૂલાઈ જાય છે. મીત ! તું મારા મનડાંનો મીત છે. હું તારાં હ્રદય ની રાણી છું પણ હવે તારાં ઘરની રાણી ક્યારે બનાવીશ ?"

" બહુજ જલ્દી .!"

બંનેએ સાથે મળીને તેમનાં લગ્નનું સ્વપ્ન જોયું અને .કાલે નવરાત્રીની શોપીંગ કરવાનાં સ્થળની પસંદગી કરીને છૂટાં પડ્યાં.

મીતતો નક્કી કરેલાં સ્થળે આવી પહોંચ્યો પણ કાયમ શાપૅ ટાઈમે પહોંચવા વાળી મૈત્રી ..આજે આટલી મોડી. સમય તો આગળ વધતો ચાલ્યો. આનંદનું સ્થાન ચિંતાએ લઈ લીધું. કેટલું દોડ્યો કેટલું કર્યું . પણ..તે ઘડી અને આજનો દિવસ મૈત્રી એક જીવતી જાગતી છોકરી ! દરિયામાં ડૂબી ગઈ ? અગ્નિ ભરખી ગઈ ? શું થયું ? દર નવરાત્રિએ એ આશાએ શહેરનાં એક એક પાર્ટી પ્લોટમાં ભમતાં ભૂતની જેમ ભટકી રહ્યો છે .! 

 શું આજે મળશે તેને પોતાનો ખોવાયેલો પ્યાર ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational