Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

વસંતોત્સવ

વસંતોત્સવ

2 mins
136


નીશિતા ગુજરાતી સાહિત્યમાં ph. D. થઈ અને પોતાની જ કોલેજ જ્યાંથી તે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ તેમાં જ પ્રધ્યાપિકા તરીકે નિયુક્ત થઈ. તેના લગ્ન નાનપણથી જ ગયેલા હતા. માત્ર આણું બાકી હતું. તેનો પતિ ઓછું ભણેલો હતો. કારણકે તેઓને ઘરનો કરિયાણાનો જામેલો ધંધો હતો. નીશિતાના સાસરીવાળા નોકરીના વિરોધી હતાં પરંતુ તેનાં પતિ પ્રશાંતને નિશિતા જોબ કરે તે બાબતે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તેણી એ જોબ ચાલુ રાખી હતી. આ વર્ષે તેનું આણું થવાનું હતું એટલે હવે તે સાસરે ચાલી જશે. નાનપણમાં કરેલાં લગ્નથી નીશિતાં ખુશ નથી હોતી. તેને પોતાનાં પતિનું ઓછું એજ્યુકેશન ખટકતું હોય છે પણપિતાની પસંદ હોવાથી અને નાનપણનો વિવાહ હોવાથી મનમાંને મનમાં મૂંઝાય છે.

આણું લઈને નીશીતા સાસરે આવી ગઈ પણ પ્રશાંત સાથે દિલથી જોડાઈ શકી નથી. આજે કોલેજમાં તેની ફેકલ્ટી વસંતોત્સવ ઉજવી રહી છે. બધાં સ્ટુડન્ટ વસંતના ગીતો,ગઝલ, . રજૂ કરે છે. પણ . નિષિતા નીરસ જણાય છે, તેની તો વસંત ખીલતાં પહેલાં જ કરમાઈ ગઈ ! ઝાલાવાડની ધીંગી ધરતી અને એ ધરતી પર ચારેકોર કેસુડાના ફૂલોની મખમલી બિછાત છે. પપિહા . પણ પિહુ પિહું . કરી રહ્યા છે. . પણ નિશીતાને તો કેવી વસંત ! પતિથી ભારોભાર અભાવ છે. સતત તેને એમ જ લાગ્યાં કરે છે કે ક્યાં પોતે ગુજરાતી સાહિત્યની સામ્રાજ્ઞી અને ક્યાં કરિયાણું જોખતો પોતાનો પતિ.

 આજે વસંતોત્સવ હોવાથી પ્રોગ્રામ પૂર્ણ થયે કોલેજમાંથી વહેલી ઘરે આવેલી નિશિતાં જુએ છે તો તેના સાસુ ઘરની સફાઈ કરતાં હોય છે. નિશીતા પણ ફ્રેશ થઈ તેમને હેલ્પ કરાવે છે . તો તેને હાથ લાગે છે એક સુંદર મજાની ડાયરી. નિશીતાં તેના પાના ઉથલાવે છે તો સુંદર ભાવવાહી કવિતાઓ જોઈને ખુશ થઈ જાય છે કારણકે તે બધી જ કવિતાઓ તેના ફેવરિટ કવિ "પ્રકાશ" ની હોય છે ! તેને આશ્ચર્ય થાય છે કે આ ઘરમાં કોણ વળી "પ્રકાશ"નાં ચાહક હશે ? તે પોતાનાં સાસુને પૂછે છે તો પોતાના પતિનું નામ જાણીને ખુશ થાય છે કે શું ખરેખર પ્રશાંત કવિતા અને સાહિત્યનો ફેન હશે ?પોતાનાં રૂમમાં જઈ પ્રશાંતની પર્સનલ બેગ ફંફોસ્યા પછી તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ ! પ્રશાંત એ જ પ્રકાશ નામના તખ્લુસથી કવિતાઓ લખે છે. અને નિશિતાના જીવનમાં સાચા અર્થમાં વસંત મ્હોરી ઊઠી. અને પોતાનાં પતિને પૂર્ણપણે પામવા માટે સજવા ધજવા લાગી. પોતાનાં જનમોજનમના સાથીને પામવા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational