HANIF MEMAN

Comedy

2  

HANIF MEMAN

Comedy

કથની અને કરણી

કથની અને કરણી

1 min
233


ચાર મિત્રો સોશિયલ ડીસ્ટન્સ સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે એક સજ્જન મિત્ર આવ્યા. તેમણે બધાના મોઢા ઉપર રૂમાલ બાંધેલા જોઈ માસ્ક વિશે સુંદર સમજ આપી. રૂમાલ કરતા માસ્ક કેટલું ઉપયોગી છે, તે શા માટે પહેરવું જોઈએ, તેનો ઉપયોગ કેમ કરવો જોઈએ, તેની પાંચ મિનિટ સુધી સુંદર રજૂઆત કરી. અને દરેકને કોરોના જેવી મહામારીમાં રૂમાલને બદલે માસ્ક પહેરી રાખવા કહ્યું. 

તેમની વાત પૂરી થતા ચારેય મિત્રો એકબીજાના મોં સામે જોઈ રહ્યા. કારણકે એ સજ્જને પોતાના મોઢા ઉપર સફેદ રૂમાલ બાંધેલો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy