Varsha Bhatt

Children

4  

Varsha Bhatt

Children

મનસુખલાલ એન્ડ સન્સ

મનસુખલાલ એન્ડ સન્સ

1 min
432


મનસુખલાલ એન્ડ સન્સ આ કંપનીનું નામ શહેરમાં જાણીતું હતું. મનસુખલાલ એ કંપનીનાં માલિક હતાં. છ ફૂટ ઊંચા, તેજસ્વી ચહેરો અને દમદાર વ્યક્તિત્વ એમની છટા હતી. 

મનસુખલાલ એટલે નાનપણનો મનીયો. બગીચાની બહાર બેસીને મનીયો બૂટ પોલીશ કરતો. રોજ તેની પાસે સનતભાઈ પોલીશ કરાવવા આવે તેથી મનીયા પ્રત્યે તેને એક લાગણી બંધાઈ ગઈ. તેણે મનીયાને દત્તક લઈને સારી શાળામાં ભણવા મુકયો. 

સમય જતાં..... મનીયો ભણી ગણીને આગળ વધ્યો અને આજે શહેરની પ્રખ્યાત કંપનીનાં માલિક બની ગયા છે. મનસુખલાલ માટે સનતભાઈ ભગવાન છે. મનસુખલાલ તેના ઘરનાં મંદિરમાં ભગવનાની સાથે સાથે સનતભાઈની પણ પૂજા કરે છે. 

મનસુખલાલ શહેરમાં એક આશ્રમ પણ ચલાવે છે. શું ખબર કોઈ મનીયો મનસુખલાલ બની જાય...... આપણે પણ એક નવી શરૂઆત કરીશું તો બાળમજૂરી જરૂરથી દૂર થશે.


Rate this content
Log in

Similar gujarati story from Children