Pratik Kikani

Comedy Drama Inspirational

5.0  

Pratik Kikani

Comedy Drama Inspirational

મોદીભાઈ ભાગ -૩

મોદીભાઈ ભાગ -૩

4 mins
219


... મોદીભાઈ ભાગ -૩ થી આગળ ....


મૂંગા ને પણ બોલતાં કરી દે


મોદીભાઈ જયારે પણ સભા સંબોધવા જવાના હોય જનમેદની ઉમટી પડે. રસ્તા માં કેટ કેટલો ટ્રાફિક જામ થઈ જાય, કેટલી પણ વિસમતા પડે પણ લોકો એમના લાડીલા ને મળવા અચૂક જાય.

અને જે ના જઈ શક્યા હોય એ ટીવી લાઈવ જોવે. અરે એતો ઠીક છે પણ જે જોઈ ને આવેલા હોય એ પણ પાછો ટીવી પર રિપીટ ટેલિકાસ્ટ જુવે.


આવો જ એક પ્રસંગની વાત છે.

મોદીભાઈ ના ચાલુ પ્રવચન માં અચાનક જ બદલાવ ત્યારે આવ્યો કે તેમને સાંભળવા આવેલી લાખોની જનમેદની વચ્ચે એક નાનકડો લંબર મુછીયો નવયુવાનનો જોશ માં આવી બોલી ઉઠે છે -

ખરી જીત તો ત્યારે જ કહેવાય,

જ્યારે વિરોધી પણ જીત ની શુભેચ્છા પાઠવે.


આ વાત આપણા મોદીભાઈના કાને ખબર નહિ કેમ કરી ને ચડી ગઈ.

અહીંયા મોદીભાઈ ના કાનની પણ ચપળતા જોવી જ રહી. આટલી મોટી ભીડ માં બોલાયેલા બોલ ને એમને સિફ્તાઇથી ઝીલી લીધો.

બસ, પછી તો શું?

મોદીભાઈ દર વખત ની જેમ આ વખતે પણ તક ઝડપી લેવા તૈયાર થઇ ગયા.

એમનો "Always Ready" સ્વભાવ એ વખતે લાઈવ જોવા મળ્યો.


મોદીભાઈ : મિત્રો, તમે કોની પાસે ઈચ્છો છો કે મને શુભેચ્છા મળે?


ભીડમાંથી કોઈ ભાઈ બોલ્યા કોઈ પણ વિરોધ પક્ષનો ચાલશે.


મોદીભાઈ: ના એવું નહિ. તમે કહો. હું આપની સેવા માટે બેઠેલો સેવક છું કે જે આપના દ્વારા જંગી બહુમતી પ્રાપ્ત કરીને ચૂંટાઈને આવેલો છે.


કોઈ બહેનનો અવાજ આવ્યો “મેડમ”.

બીજા ચાર-પાંચ જણ બોલ્યા હા હા મેડમ.

કોઈ એ ટીકા ટિપ્પણી કરી કે મેડમ માં દમ નથી.

કોઈ એ બાબા નું નામ લીધું કોઈ એ કાકા ને યાદ કર્યા, કોઈ બાપા નો વિચાર કરવા લાગ્યા તો કોઈ દાદા નો ઈશારો કરી રહ્યા હતા. 

પણ કોઈ એક નામ માટે સહમતી પર પહોંચી શકાતું નહોતું.


ત્યાં તો કોઈ ભાઈ બોલ્યા ના હવે. મેડમ નહિ પણ ડૉક્ટર પાસેથી .

બીજાભાઈએ સુર માં સુર પુરાવ્યો કે બોલતાં હોય એની પાસેથી તો કોઈ પણ બોલાવડાઇ શકે. ના બોલતાં પાસે પણ બોલાવડાવે તો મોદીભાઈ ખરા.


હવે તો બધાનો સુર એક થવા માંડ્યો.

ડૉક્ટર... ડૉક્ટર.... ડૉક્ટર

વિરોધી પાર્ટીની રેલીમાં પૈસા આપ્યા પછી પણ ડૉક્ટરના નામના પડઘા આટલા બધા નહિ પડ્યા હોય એટલું એમનું નામ બોલાવવા લાગ્યું.

એક જ અવાજ ગુંજી રહ્યો હતો.

ડૉક્ટર... ડૉક્ટર.... ડૉક્ટર

મોદીભાઈ માત્ર બે જ શબ્દો બોલ્યા.

"ચાલો, મંજૂર."


બધા એકદમ શાંત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે મોદીભાઈ શું કરશે?

પણ આ તો આપડા મોદીભાઈ. એમને કળી શકે એતો મોટાભાઈ નું પણ ગજું નથી.


તરત જ કોલ કર્યો અને જેવા ડૉક્ટર લાઈન પર આવ્યા કે સ્પીકર પર મૂકી ને વાત શરૂ કરી.

મોદીભાઈ : डॉक्टरजी, कुछ पत्रकार आपसे एक सवाल करना चाहते थे तो क्या आप अभी जवाब दे पाएंगे?


એક મિનિટ થઈ પણ સામેથી કોઈ જવાબ આવતો નથી.

બધા ઉપસ્થિત લોકો વિચારમાં કે શું થયું?

કેમ કઈ જવાબ નથી આવતો?

ફોન કટ તો નથી થઇ ગયો ને?

શું હવે મોદીભાઈ ફરી નંબર ડાયલ કરશે?

બીજી મિનિટ પુરી થવા આવી, અને લોકોનું હવે ધૈર્ય ખૂટવા માંડ્યું તું અને ત્યારે જવાબ આવ્યો

हां


એક પત્રકાર બોલી ઊઠ્યો કે લાગે છે મેડમની પરવાનગી મળી ગઈ.

લોકો વચ્ચે હળવા હાસ્યનું મોજું ફરી વળ્યું.


મોદીભાઈ એ લોકો ને શાંત રહેવા અપીલ કરી અને એક પત્રકારને સ્ટેજ પર બોલાવ્યો અને કાનમાં બે શબ્દો કહ્યા જે માત્ર તે પત્રકાર જ સાંભળી શક્યો.

પછી ફોન પર બોલ્યા अभी यहाँ मौजूद एक पत्रकार आपसे सवाल करेगा.

પત્રકાર : તમારી પાર્ટી મોદીભાઈ સામે ઇલેકશન હારી ગઈ છે. તમારે એમને કાંઈ કહેવું છે?


મોદીભાઈ લાઈન પર પાછા આવ્યા.

મોદીભાઈએ : आप चिंता न करे, में आपको हिंदी में अनुवाद करके देता हूँ.

મોદીભાઈ અનુવાદ કરે છે અને ત્યાર બાદ સામેથી લોકોને સ્તબ્ધ કરી દે તેવો અવાજ આવે છે

- કોંગ્રેસ....

બસ મોદીભાઈ થેન્ક્સ બોલીને ફોન મૂકી દે છે.


લોકો ચોંકી ઊઠ્યા.

બધુ જ સૂમસામ થઈ ગયું.

જનમેદની માટે ગોઠવેલા પંખાના ફરતા પાંખિયા સિવાય કોઈ જ અવાજ ના સંભળાય.

બધાની આંખો મોદીભાઈ સામે અને મોદીભાઈ પણ એકી ટસે સ્મિત સાથે એમને જોયા કરે.


પછી એક ભાઈ નો આવાજ આવ્યો – "ભાઈ ભાઈ ...ભાઈ ભાઈ ...

અને પછી તો તાળીઓ અને ચિચિયારીઓનો ગણગણાટ શરૂ થઇ ગયો.


મોદીભાઈએ પત્રકારને કાનમાં કહેલાં બે શબ્દો-

ગુજરાતીમાં પૂછજો.”

મોદીભાઈએ કરેલું હિન્દીનું અનુવાદ-

आपकी पार्टी मोदीभाई के सामने इलेक्शन हार गई हैं, तो आपकी पार्टी का नाम क्या हैं?

 

આ પણ એક માર્મિક પ્રસંગ છે જેનો હેતુ માત્ર એટલો જ જણાવવાનો છે કે-

ક્યારે કેટલું બોલવું?

કોની પાસે બોલવું?

શું બોલવું?

કેવી રીતે બોલવું?

શા માટે બોલવું?

આ તો ઘણા બધા જાણતા હોય છે.


પણ આપણા મોદીભાઈ એથી આગળ જાણે છે.-

ક્યારે કેટલું બોલાવડાવવું?

કોની પાસે બોલાવડાવવું?

શું બોલાવડાવવું?

કેવી રીતે બોલાવડાવવું?

શા માટે બોલાવડાવવું?

 

ક્યારે કેવી-રીતે કેટલું કહેવું,

ક્યારે કોને કેટલું કેવી-રીતે કરવા કહેવું,

ક્યારે કોની-પાસે કેવી-રીતે કેટલું કહેવડાવવું,

 

મારુ માનો તો મોદીભાઈ એ "ક" ની કરામતમાં કાબેલ કક્કાવાદી છે.


...વધુ આવતા અંક "મોદીભાઈ ભાગ -૪" માં ...


Rate this content
Log in

Similar gujarati story from Comedy