Dharti Sharma

Tragedy

4  

Dharti Sharma

Tragedy

પડછાયો

પડછાયો

2 mins
349


'ટીંગ ટોગ..' ડોરબેલ વાગતા સ્વરા દરવાજો ખોલે છે. સામે જ તરલા બહેનને જોતાં તે સ્વરા ખુશીથી ઝૂમી ઉઠે છે.

'મમ્મી.. તું અહીં ?'

'હા સ્વરા.. હું તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી એટલે ફોન ન કર્યો.'

'આવ, મમ્મી. મમ્મી તને ભૂખ લાગી હશે, ચાલ, ચા - નાસ્તો કરી લે.'

ચા-નાસ્તો કરતાં કરતાં સ્વરા અને તરલાબેન વાતો કરવાં લાગ્યાં,

'સ્વરા.. તારા સાસુ તારાબેન નથી દેખાતા ક્યાં ગયાં છે ?'

'અરે મમ્મી! એ તો હરિદ્વાર ગયા છે.'

'સ્વરા...! તું તારી સાસુની સેવા તો કરે છે ને ? તને યાદ છે ને, હું તારી દાદીને કેવી રીતે સાચવતી અને આજે એમનાં આશીર્વાદથી આપણે સુખી છે, અને તારી ભાભી પણ મને "મા"ની જેમ જ રાખે છે.'

'હા મમ્મી ! હું પણ તારી જેમ જ સેવા કરું છું, તો " "મા"નો પડછાયો હોય. મમ્મી હું બહાર જઈ આવું થોડું કામ છે, પાંચ-છ કલાકમાં આવી જઈશ, જયશ્રી ક્રિષ્ના.'

ફોનની રીંગ વાગતાં. ફોન ઉપાડતાં 

'હેલ્લો...હેલ્લો.. અરે વેવાણ.... કેમ છો ?'

સરલાબેન- 'મજામાં તારાબેન તમે કેમ છો ?'

તારાબેન -'મજામાં'  

'સરલાબેન સ્વરાને ફોન આપજોને વાત કરવી છે.'

'તારાબેન સ્વરા કામથી બહાર ગઈ છે. પાંચ -છ કલાક પછી આવશે.'

'ભલે વેચાણ સ્વરાને કહેજો કે.. મારા કબાટમાં મેં એના જન્મ દિવસ માટે ભેટ રાખી છે કાલે એનો જન્મદિવસ છે ને.. વાર્તાલાપ કરી ફોન મૂકે છે, ત્યાં ફરી ફોનની રીંગ વાગે છે.'

'હેલ્લો તરલાબેન જી આપ કોણ ?'

'હું શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાંથી વાત કરું છું, હમણાં તમારી સાથે વાત કરતાં તમારાં વેવાણને તમારી દીકરી અહીં મુકી ગઈ છે, તેની પાસે કીટી પાર્ટી માટે પૈસા તથા સમય છે પણ સાસુ માટે દવાના પૈસા કે સમય નથી.'

આ સાંભળતા જ એમના પર જાણે વીજળી પડી,એમના હાથમાંથી રીસીવર પડી ગયું. ત્યાં મોબાઈલમાં રીંગ વાગે છે હેલ્લો..મમ્મીજી. હું વંદના બોલું છું.. મમ્મી તમારી તબિયત કેમ છે? તમે કંઈ ખાધું કે નહીં, તમે ડાયાબિટીસની દવા લીધી ? મમ્મી તમારા વિના સુનું સુનું લાગે છે, કંઈ ગમતું નથી, હેલ્લો હેલ્લો.... મમ્મી... 

તરલાબેન પોતાની દીકરીના આ વર્તનથી ખૂબ દુઃખી હતાં, દીકરી તો માનો પડછાયો હોય પણ સ્વરા...... મારો સાચો પડછાયો કોણ મારી દીકરી કે વહુ ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy