Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

પત્ર

પત્ર

2 mins
120


પ્રિય સખી નેહલ,

આજે તને પત્ર લખતા તારી વધુ યાદ આવે છે, જેમ ઘડિયાળનો સેકન્ડ કાંટો જેટલી ઝડપથી ફરે છે એટલા જ, ઝડપથી હું તારી પાસે આવી જાઉં પણ, જોજનો દૂરનું અંતર કાપવું પણ મુશ્કેલ છે, આમ તો આપણને જોજનો દુરનું અંતર પણ આપણને દૂર નથી કરી શક્યું.

આમ તો, આપણા સંબંધની શરૂઆત ફોઈ સાસુ અને ભત્રીજાવહુથી થઈ અને પછી નણંદ- ભાભી અને એના પછીના સૌથી સુંદર અને મહત્વનો સંબંધ ક્યારે ગાઢ બન્યો એ ખબર જ ના પડી ને આપણે લાગણી અને દોસ્તીના એ પવિત્ર બંધનમાં બંધાઈ ગયા, તને યાદ છે..નેહલ કે.. આપણે ભુજથી બરોડા સુધી ભેગા ગયા હતા, અને ત્યાંથી આપણી બસ બદલાવાની હતી ? મને હજી યાદ છે કે.. બરોડા બસ સ્ટેશનમાં જ્યારે આપણી બસ બે અલગ દિશામાં ઊભી હતી ત્યારે તે મને પ્રથમવાર "આઈ લવ યુ ધરી" એમ કહ્યું હતું અને તારી આંખોમાં મને એ પ્રેમ અને તડપ દેખાતી હતી એ આજે પણ હું જોઈ શકુ છું, અને પછી મારા પપ્પા તને અને મમ્મી મને લઈને બસમાં બેસાડવા આપણને વિખૂટા કર્યા ત્યારે, કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એમ એકબીજાના હાથ આપણે છોડતા ન હતા અને પછી હું બસમાં બેઠા પછી દોડીને વિરુદ્ધ દિશામાં ઊભેલી તારી બસમાં આવી તને મળીને પાછી જતી રહી હતી.

એ પછી દિવસમાં કેટલા બધા મેસેજ ફોન ચાલુ જ રહ્યા હતા, અત્યારે પણ આપણા સંબંધમાં એટલી જ મીઠાશ છે, ઘણાં લોકોના નિરર્થક પ્રયાસ છતાં આપણી આ દોસ્તી ને કોઈ તોડી નથી શક્યું, આપણા પ્રેમ અને વિશ્વાસ જોઈ પ્રભુ પણ આપણને જન્મોજનમના પવિત્ર બંધનમાં બાંધી દેશે.

આમ તો સમાજમાં નણંદની ચિત્ર કૃતિ એવી ઊભી કરી છે કે.. નણંદ એટલે એક એવું પાત્ર છે કે જે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા સાસુ-વહુના ઝઘડાનું કારણ બને છે, પણ મારી દ્રષ્ટિએ નણંદ ભાભીના સંબંધને પણ એક બહેન કે મિત્ર સમાન કહી શકાય.

બસ નેહલ, આપણી દોસ્તીમાં વધુ ને વધુ મીઠાશ વધતી રહે તેવી પ્રાર્થના.

બસ,

તારી દોસ્ત/ભાભી

ધરતી


Rate this content
Log in