Mansi Desai

Abstract Inspirational

4.0  

Mansi Desai

Abstract Inspirational

પોતાની સાથે જ વાત

પોતાની સાથે જ વાત

1 min
24


માનસી દેસાઈ એક કવિયત્રી છે, જે કવિતા અને ક્યારેક ક્વોટ્સ લખે છે. એકાદ વાર્તા પણ લખેલી છે, જે હજી એણે કયાંય પબ્લિશ નથી કરી. છેલ્લાં ૧૦ વર્ષથી તો એ લખે જ છે.

અચાનક ૨ વર્ષથી એ એની સાહિત્યની ફિલ્ડમાં બહુ એક્ટિવ નથી રહેતી. હવે,આ જ વાત એને ૧ વર્ષથી ખટકે છે કે,હું કંઈ લખતી કેમ નથી ? પહેલાં આસપાસનો નજારો જોઈને કંઈ ને કંઈ લખ્યાં કરતી તો હવે કેમ નહીં ?, પહેલાં લખવાં માટે જે આતુરતા હતી એ હવે કેમ નથી, કાગળ ને પેન જોઈને મારું ઊછળતું કેમ નથી ? અને મારી બધી જ કવિતાઓ વાંચીને મારું મન પોતાને જ કેમ સવાલ કરે છે,કે આવું બધું હું લખતી હતી એ હવે કેમ નહિ ? આવાં અનેક સવાલ આવતાં, એ પણ રોજ.

ત્યારે એક દિવસ લાયબ્રેરીમાં બેઠી હતી ને પોતાનો આસપાસનો નજારો જોઈ એને આ બધાં સવાલો ફરી શરૂ થયાં ને એનો એક જ જવાબ મળ્યો,જે બધાં જ સવાલો માટે કાફી હતો. અને એ જવાબ, "હું કંઈ લખતી નથી,એનું કારણ એ છે કે મેં લખવાનું બંધ કરી દીધું છે. કારણ કે, મેં અનુભવવાનું જ છોડી દીધું છે. "

આ જવાબ પોતાની પાસેથી મળતાં માનસીને આશ્વર્ય થયો કે,જવાબ જો મારી પાસે જ હતો તો આનો રસ્તો મારી અંદર જ છે,ને હવે હું રોજ જે પણ વિચારીશ એને શબ્દોમાં કાગળ ઉપર સજાવીશ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract