Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

સબસે ઊંચી પ્રેમ સગાઈ

સબસે ઊંચી પ્રેમ સગાઈ

2 mins
179


 " હલક ! આ તું શું બોલી રહી છે ? આપણું રોજ સાંજે દરિયા કિનારે મળવું અને એકબીજાનો હાથ હાથમાં લઈને આંખોનાં અગાધ સમંદરમાં ડૂબી જવું...! એ શું હતું ? "

" એ બધું સ્વપ્ન સમજીને ભૂલી જજે ! તારાં પગાર જેટલી રકમ તો મારાં પપ્પા ડ્રાઈવરને આપે છે ! "

" દરિયાની રેતમાં આપણે સાથે મળીને બનાવેલું ઘર અને રેતમાં કોતરેલું દિલ ! દિલમાં લખેલાં હલક અને હેત એ બે નામ.... ! "

" હેત ! નાઉ સ્ટોપ યોર ફૂલિશ ટોક ! એક મસમોટું મોજું આવ્યું અને બધું દરિયામાં ઢસડાઈ ગયું !

ધરતી અને આકાશનું મિલન થયું છે ક્યારેય ? "

" ક્ષિતિજ પર બંને મળે છે એ તું કેમ ભૂલી જાય છે ? "

" હા....હા.....ક્ષતિજ તો ભ્રમણા છે. હવે તું ભ્રમમાંથી બહાર નીકળીને વાસ્તવિકતાનો સ્વીકાર કરી લે એટલું સારું છે તારાં માટે ! "

" અંતે પ્રેમમાં પૈસાની વાત આવીને ? પૈસા પાસે પ્રેમનું પલ્લું હલકું પડ્યું ! પૈસાથી બધું ખરીદી શકાય છે પણ.... પ્રેમ નહીં હલક ! મારાં સાચાં પ્રેમને તે મજાકનું સાધન બનાવ્યો ! મને તરછોડીને તું ક્યારેય સુખી નહીં થઈ શકે ! બધાં જ સગપણમાં પ્રેમનું સગપણ સૌથી ઊંચું અને પવિત્ર છે ! પણ....જવા દે ! તને એ બધું નહીં સમજાય ! ઈશ્વર તને દુનિયાની સઘળી ખુશી આપે. "

આટલું બોલતાં બોલતાં હેતની આંખોમાંથી અશ્રુબિંદુ સરી પડ્યાં. તે હલકથી દૂર ચાલવા લાગ્યો. હેતનાં ગયાં પછી હલકે પોતાની બંધ મુઠ્ઠીમાં છૂપાવી રાખેલો છેલ્લાં સ્ટેજના કેન્સરની બાયોપ્સીનો રીપોર્ટ દરિયામાં ફેંક્યો. જાણે કે છાતી પરથી મણ એકનો ભાર હળવો થયો હોય એવી અનુભૂતિ થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational