amita shukla

Romance

4.7  

amita shukla

Romance

શૂન્યકાર

શૂન્યકાર

3 mins
392


વસંતના પગલે મ્હોરી ઊઠી દિલોની લાગણી,

હૈયે થયા છાંટા સ્પંદનોના, દિલની કળી ખીલી. 


બીડાઈ ગયેલી પાંખડીઓ, પાનખરના પાંદડા,

બેસુમાર પ્રેમના પગલે, મ્હેકી ઉઠ્યા ઉપવનમાં. 


ટપક ટપક ટપકતા આંસુ, આંખો પાછળનું સરોવર અવિરત છલકતું. પાંપણ પર મોતી સમ ચળકતું અશ્રુબિંદુ. ભીનાશ વરતાતી ગાલો પર, ખંજનમાં ચમકતું પણ અશ્રુબિંદુ. હાથના ટેરવા પણ ફોગાઈ ગયા લૂછીને, ક્યારે આવશે કોઈ રૂમાલ સામે ધરીને ? 

જીવનમાં એકલતા બેસુમાર વ્યાપ્ત થઈ હતી. ચાલીસીની હદપાર થઈ ચૂકી હતી. યુવાનીના સંસ્મરણો માનસપટ પર ઝબક્તા હતા. દિલમાં અનહદ કોલાહલ ચાલતો હતો. મનમાં વિચારો બેકાબૂ બન્યા હતા. યાદોનો વંટોળ ચક્રવાત લેતો હતો એમાં દિલનાં ખૂણામાં ધરબાયેલો પ્રેમ ઉભરતો હતો. કેમ કરીને યાદો મિટાવી શકું ? તને પામવાની ઘેલછામાં.. 

તારી ચાહતને છોડી સ્વજનો કાજે, એક પછી એક ચાલી નીકળ્યા અનંત યાત્રાએ, એકલી અટૂલી આ પાનખર ભરી જિંદગી, તારી યાદ સતાવે હવેં મને હરઘડી, તારી મારી વાતો ની યાદો સાંભરે, જીવી લઉ હું તારી અનોખી પ્રીતની યાદો સાથે. 

ચાલ ફરી જીવી લઇએ ના હ્રદયના આર્તનાદ સાથે કરેલો પોકાર પહોંચ્યો સાજનના દિલમાં, બંને બાજુ લાગી વિરહની આગ, દિલની પ્યાસ બુઝાવવા આરંભી એકબીજાને મળવાની મુલાકાત. 

ટ્રેન પૂરપાટ દોડતી હતી, વિચારોના ઘોડા તેનાથી પણ તેજ હતા. મનન તેના ભૂતકાળના ખ્વાબોમા હતો. મનસ્વીનો ચહેરો વારેવારે ઉભરતો હતો. આસપાસ તેની અનુભૂતિનો અહેસાસ થતો હતો. વર્ષો વીત્યાં પણ આટલી યાદ ક્યારેય સતાવતી નહોતી. આજકાલ મનસ્વી જાણે મને બોલાવી રહી છે. મન મારું ખેંચાઈ રહ્યું છે. કેમ હું તડપી ઉઠું છું યાદ કરીને ? 

ડુસ્કાનો અવાજ ધીરે ધીરે વધી રહ્યો હતો. સીસકારા પણ વચ્ચે સંભળાતા હતા. અવાજની દિશામાં જોયું કોઈ મોઢે દુપટ્ટો રાખીને રુદન કરી રહ્યું હતુ. કેમ મન ખેંચાઈ રહ્યું હતું ? તેના રુદનથી મને કેમ દુઃખ થઈ રહ્યું છે ? કોઈ મારું અંગત છે ? મારે તો મનસ્વી અંગત છે તો આ અનુભૂતિ શું થઈ રહી છે ? 

દિલ પર કાબૂ ના રહ્યો અને ઊઠીને જઈ ઉભો રહ્યો. પગરવ મનનનો સાંભળી મનસ્વીના કાન ચમકી ગયા, જાણીતો રવ આ તો, ડુસકા ધીમા થયા, દુપટ્ટો નજાકતથી સરક્યો. ચાર આંખો મળી એક ઝબકાર થયો, આંખો આંખોમાં જ વાત થઈ. હોઠો પર મૌન છવાયું, ગળાના ડુમામાં. શરીરે અંગડાઈ લીધી, સમાઈ મનનના આલિંગનમાં. ચાર હાથોમાં સમાઈ તરસતી અધૂરી મુલાકાત પૂર્ણતામાં. 

બાર વર્ષના વહાણા વાયા, સાજન સંગ અધૂરી પ્રીતના, નૈના વરસ્યા ખુશીમાં ઇન્દ્રધનુષી વ્હાલના. બે માંથી એક બની એકાકાર બન્યા શૂન્યકારમાં. 

ટ્રેનની ભીડમાં પણ અલિપ્ત બંને, ચારેકોર ઉઠતાં આવજો બંનેના દિલ સુધી પહોંચતા નહોતા, ઉઠતી રહી ચકળવકળ આંખો એમના પર, કાનાફૂસી અને કટાક્ષ ભર્યા હાસ્યના બાણ થતા રહ્યા પણ હૈયામાં હીમ ઢળી ગયું હતું. દુનિયાથી બેખબર પ્રેમીઓ પોતાની મસ્તીમાં મસ્ત,બાર વર્ષના લેખા જોખામા પડ્યા હતા. પાંપણોની ઝાલર પર મનન તું હમેંશા ઝૂલતો રહ્યો, તું જ કહે નૈનો કેમ કરીને બીડું ? રાહ તાકતી આંખો મારી તને જ જોતી રહી.


મનસ્વી તું મારા દિલમાં હિલોળા લેતી, તું જ કહે બીજાને દિલમાં કેવી રીતે રાખું ? તું ક્યારેક મળીશ જ મને, મારું દિલ ગવાહી આપતું હતું. આપણો પ્રેમ જિંદગીની કસોટીમાં ખરો ઉતર્યો, ફરી મોકો મળ્યો છે તો જીવનમાં હમસફર બની, જિંદગી ગુલઝાર કરીએ.  મનસ્વી, તું અને હું નદીના કિનારા બની જવાબદારીઓ નિભાવતા રહ્યા, ચાલ આજે ફરી નદીના નીર બની એકમેકના અસ્તિત્વમાં ખોવાઈ જઈએ.  તુ અને હું, વ્હાલના દરિયામાં ભીંજાઈએ, લાગણીઓની નળીઓમાંથી ઉઠતાં વ્હાલના મોજા ઉડાડીએ, વ્હાલમ સંગ મોજ માણતા, જિંદગીમાં પ્રેમરસના ઘૂંટ માણીએ. 


Rate this content
Log in

Similar gujarati story from Romance