amita shukla

Comedy Drama

4.0  

amita shukla

Comedy Drama

વાહ ગુજરાતી

વાહ ગુજરાતી

1 min
232


તમે ગુજરાતી છો ?

હા, તમને કેમ ખબર પડી ?

તમારું કેમ છો ? મજામાં છો, આવજો, શબ્દ સાંભળીને અને તમે ખાખરા, થેપલા અને છુંદો જે ખાવ છો, તેના પરથી ખબર પડી તમે ગુજરાતી છો !

તમારી ગુજરાતી ભાષા મીઠી લાગે, જાણે તરત સમજાઈ જાય છે.

હા અમારી ગુજરાતી ભાષા બધામાં સમાઈ જાય. અમે ગુજરાતીઓ બધાને ગુજરાતી શીખવાડી દઈએ.

સ્ટીમરમાં ચાલતી અમારી વાતો આજુબાજુનાં સાંભળતા હતા, તરત બોલ્યા ચાલોને આપણે ગરબા ગાઈએ. તમારા ગરબાની શું વાત કરીએ ? શબ્દોથી મઢેલા, શબ્દોની રમઝટ બોલાવતા, લહેકાથી ગવાતા તમારી ગુજરાતી ગરબા અમને ખુબ ગમે.

દરિયાની વચ્ચે ચાલતી સ્ટીમરમાં મોજા બન્યા સંગીત અને ઉપાડ્યો ગરબો, પગની થાપ સાથે જામી ગરબાની રમઝટ.

ગુજરાતી શબ્દોનો બનેલો ગરબો બન્યો ખુશીઓનો ખજાનો, દરેક બોલ ઝીલતા રહ્યા, સાગરની લહેરો પર છવાતાં રહ્યા.

ગુજરાતી ભાષાનો ડંકો વાગતો રહ્યો, મજા લૂંટતા રહ્યા. દરેકના મોઢેથી શબ્દો નીકળ્યા.. વાહ વાહ.. ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy