ravat Rajeshkumar

Abstract

3.0  

ravat Rajeshkumar

Abstract

સમય

સમય

2 mins
57


અરીસો મારો આજ સમય બની ગયો,કેમ કે હું જયારે જોવું અરિસામાં મને મારુ બચપણ યાદ આવતું. મારા ભાઈબંધો જેને કહેવાય મારા સખા.

અમારી ટોરકી હતી બહું તોફાની, મસ્તી ખોર, ગમે ત્યાં જાય કયાં પાછી ના પડે. હસતાં, રમતાં, ભણતાં, ઝગડતાં પણ સાથ નાં છોડતાં.

એ દિવસો વિસરાતાં નથી,એ યાદો હજી પણ તાજી છે. ઝાંકળ મહી બિંદુ અમે,તરણાં બની રાચતાં અમે,ફૂલડે ફૂલડે ભમતાં અમે તો એક ડાળનાં પંખીડાં. અમારાં શમણાં હજી તાજાં છે, મય ગયો નથી પણ અમારાં હૈયામાં સમાયેલો છે.

બચપણ અમારુ કેમ રે વિસરાય. અમે યે નદી ને કેમ રે ભુલાવી એ જયાં અમે ધરામાં નહાતાં ને અબુલો ધબુલો પાણીમાં રમતાં. કપડાં વિનાં નંગા નહાતાં મા આવતીને માર અમને મારતી. દોડાવી દોડાવી ઘર ભેગા કરતી મા અમારી. માર ખાતાં ને રોતાં અમેને સુઈ જતાં. સુતાં સુતાં સંભરાતાં પાપાના રિડીયામાં જુના ગીતો.

લીલા તે વનરાઈમાં મીઠી આંબલી એ મારી પથ્થર અમે ખાતાં આંબલી. ખાતાં અમારાં દાંત અંબાતાં. પછી આવતો રખેવાડ લઈને લાકડી. એ અમે તો દોટ મૂકતાં સીમ તણી.

રમતો રમતાં અમે તો ગીલ્લી ને દંડો. ખોદતાં નાની ગબી ને મૂકતાં નાની ગીલ્લી. મારતાં અમે દંડાથી જોર કરીને ઊભા પાંચ સાત સખા દોડતાં કેચ કરવાં. પછી ભરતાં દંડા અમે ગીલી તણાં.

દડો બનાવતાં પગનાં મોજામાંથી. ગાભા ડૂચા ભરી સીવતાં અમે. ને રમતાં સાતોલીયાં. બહું મજા પડતી દડો મારવામાં.

ઝાડવે ઝૂલતાં ને રમતાં આંબલી પીપલી. દંડો ફેકી ચડતાં ઝાડ પર ને લટકી ને દંડો પકડતાં આમ રમતાં અમે આંબલી પીપલી.

 સાઈકલ ફેરવતાં રૂપિયા એકમાં એક કલક. જાતાં આંબાવાડીએ અમે. આંબે ઝુલતી મધ જેવી કેરી ને ખાતાં અમે પાડી પાડીને,સાથે રાખતાં મીઠુ ને મરચું. આવતો રખેવાળ દોડીને મારવાં અમને. ભાગતાં ને પડતાં છતાં દોડતાં અમે.

 આમ ઉનાળે ચડતાં વડલાં પર ને ઝાતાં વડવાઈ એ અમે. વડ કેરાં ટેટા ખાતાં ને આખો દિ રખડતાં. ફાટલી ચડ્ડીને બુશકોટમાં. પાચ પૈસાના પાં ગોરિયો ખાતાં અમે.

 આમ અમારી યાદોને સમય વીતી ગયો છતાં અમારાં સખાનાં શમણાં વિસરાતાં નથી. ને આજ પણ એ પલ પલની પરો ને સમરીએ છીએ.

 સમય તો સમય છે કયાં ઊભો રહે છે,

 વિતેલાં શમણાં સજાવી જાણે છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract