Jyoti Gohil

Abstract Romance Others

3  

Jyoti Gohil

Abstract Romance Others

સંગાથ - ૬

સંગાથ - ૬

4 mins
133


( ગતાંકથી શરૂ.....)

નિષ્ઠા, કીર્તિ અને ચાર્મી નું હવે સારું એવું બોંડિંગ થઈ ગયું હતું. તેઓ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતા હતાં અને કાલથી કોલેજ પણ શરૂ થવાની હતી એટલે હવે લગભગ આખી હોસ્ટેલ હવે ફૂલ થઈ ગઈ હતી.

ગર્લ્સ હોસ્ટેલની થોડે જ દૂર કોલેજ હતી અને કોલેજની એકદમ સામે બોયઝ હોસ્ટેલ. ધીરજ પણ બોયઝ હોસ્ટેલમાં જ રહેતો.

" ચાલો, કાલથી તો કોલેજ શરૂ.." નીલ પોતાનાં બેડ પર બેઠાં બેઠાં બોલ્યો.

" હા, તો એમાં શું નવી વાત છે...!" ફેનિલ ફોનમાં જોતાં જોતાં બોલ્યો.

" એ તું નઈ સમજે.....હમ સિંગલ લોગો કા દર્દ...શું કહેવું ધીરજ તારું ? " નીલે પૂછ્યું.

" મને નથી લાગતું તારો આ જનમ માં મેળ પડશે ! જોજે હો કોઈનાં સેન્ડલ ના નાખો નહિતર કેમ્પન્સમાં લોકો મને શું કહેશે..! " ધીરજ એ કહ્યું.

" વાહ્ ધીરજ..એક લાખ રૂપિયાની વાત કહી તે.." જોર જોર થી હસતાં ફેનિલ બોલ્યો.

" એ ફેની બસ લે....વધારે ના હસ.... તમારાં જેવાં ફ્રેન્ડ હોય તો પછી દુશ્મનની શું જરૂર !" નીલે નાટક કરતાં કહ્યું.

" એ હા, મારાં બાપ...સૂઈ જા હવે કાલે જઈને કોલેજ માં જોઈ લેજે કોઈ હોય તો તારા લાયક." ધીરજ લાઈટ બંધ કરતાં બોલ્યો.

" હું તારો બાપ નથી એ હક તે અમિશભાઈ ને આપ્યો ભૂલી ગયો." નીલે કહ્યું.

" એ નીલ બસ કર તારું હવે 2 વાગ્યાં કાલે વહેલાં ઊઠવાનું છે ." ફેનીલે કહ્યું.

 કોલેજનો ટાઈમ 8 વાગ્યાંનો હતો. નિષ્ઠા, કીર્તિ અને ચાર્મી એક કલાક વહેલાં જ કોલેજ આવી ગયાં કારણકે બ્લોક નંબર અને ડિપાર્ટમેન્ટ શોધવાનો હતો હજું.

કીર્તિ અને ચાર્મી નું એક જ ડિપાર્ટમેન્ટ હતું જ્યારે નિષ્ઠાનું અલગ હતું. પહેલો દિવસ હતો એટલે બુલેટિંગ બોર્ડ પર વધારે જ ભીડ હતી. માંડ માંડ ચાર્મી અને કીર્તિ ને તેમનો બ્લોક મળ્યો પરંતુ હજું સુધી નિષ્ઠા ને પોતાનો બ્લોક મળ્યો નહોતો.

એટલામાં એક કલાક થઈ ગઈ અને બેલ વાગી ગયો.

" તમે બન્ને જાવ ક્લાસમાં, પહેલાં દિવસે જ મોડું થઈ જશે !" નિષ્ઠા એ ચાર્મી અને કીર્તિ ને કહ્યું.

" અરે, પણ તું એકલી રહી જઈશ તું !" કીર્તિ એ કહ્યું.

" હા, નિષ્ઠા તારો બ્લોક જોઈ લે પછી સાથે જઈશું.." ચાર્મી એ સાથ પુરાવ્યો.

" ના હું બ્લોક જોઈને જતી રહીશ, તમે જાવ.."

કીર્તિ અને ચાર્મી નિષ્ઠાના કહેવાથી ચાલ્યાં ગયાં. નિષ્ઠા એ પણ થોડીવાર માં પોતાનો બોલ્ક શોધી લીધો જે સામેની બિલ્ડિંગમાં હતો. આમ પણ નિષ્ઠા મોડું થઈ ગયું હતું તેથી તે જલ્દી જલ્દી માં ત્યાંથી નીકળી. સામેથી જ ધીરજ, ફેનીલ અને નીલ આવતાં હતાં. સામેથી નિષ્ઠા ને આટલી જલ્દી આવતાં ધીરજ એ જોઈ...નિષ્ઠાના હાથમાં રહેલાં પેપર્સમાંથી તેનુ આઈ કાર્ડ નીચે પડી ગયું જે તેને ખબર નોહતી. તે આગળ નીકળી ગઈ ધીરજ ના હાથમાં આઈ કાર્ડ આવ્યું. પણ ત્યાં સુધીમાં નિષ્ઠા ત્યાંથી નીકળી ગઈ હતી. 

આખરે 11 વાગ્યે લંચ બ્રેક આપવામાં આવ્યો એક કલાક નો. નિષ્ઠા હજું નવી હતી અને બધાં સાથે તેને વાત કરવાનું ગમતું પણ નહિ એટલે તે એકલી જ ક્લાસમાંથી બહાર આવી કીર્તિ અને ચાર્મી ને પણ નીચે આવવાનો મેસેજ કરી દીધો. હજુ નિષ્ઠા ક્લાસ માંથી બહાર નીકળીને સીડી ઊતરતી જ હતી ત્યાં ..

" મિસ . નિષ્ઠા...!"

નિષ્ઠા ને થયું અહીંયા કોણ તેને બોલાવે છે તેને પાછાં ફરીને જોયું તો ધીરજ ત્યાં ઊભો હતો.

" પહેલાં તો પોતાની જવાબદારી લેતાં શીખી જાવ.." ધીરજ આઈ કાર્ડ પાછું આપતાં બોલ્યો.

" અને ટાઈમ પર આવતાં શીખો.. આ મેડિકલ કોલેજ છે તમારું ઘર નહિ !"

" બોર્ડ પાસે થોડી વધારે ભીડ હતી એટલે મોડું થઈ ગયું..આઈ કાર્ડનું ધ્યાન ના રહ્યું." નિષ્ઠાએ કહ્યું.

" પહેલાં જ દિવસે સિનિયર સાથે ઊંચા આવજે વાત કરો છો અને એ પણ પોતાનો વાંક હોવાં છતાં ! પહેલી વોરનિંગ છે તમને..." ધીરજ બોલ્યો.

" અરે, પણ....." હજુ નિષ્ઠા બોલતી હતી ત્યાં..

" ચાલ, નીલ ખબર નહિ ક્યાં ક્યાંથી આવી જાય છે ડોક્ટર બનવાં." ધીરજ જતાં જતાં બોલ્યો.

ધીરજ અને નીલ ચાલ્યાં ગયાં હજું પણ નિષ્ઠાના કાનમાં ધીરજના શબ્દો સંભળાય રહ્યાં હતાં. નિષ્ઠા નીચે આવી ત્યાં જ ચાર્મી અને કીર્તિ આવી ગયાં.બન્ને વધારે જ ખુશ હતાં એટલે નિષ્ઠા એ પણ તેમને કંઈ જ ના કહ્યું અને તેઓ લંચ માટે જતાં રહ્યાં !

" ધીરજ, એ હજી આજે આવી હશે કોલેજમાં શું તું પણ કોઈનો પહેલો દિવસ ખરાબ કરી દીધો." નીલે કહ્યું.

" આજે કોનો દિવસ બગાડીને આવ્યો તું ?" ફેનિલે જમતાં જમતાં પૂછ્યું.

" કોઈ ફ્રેશર હતી ન્યૂ એડમિશન...નામ તો ભૂલાય ગયું...એને પોતાનું આઈ કાર્ડ સાચવતાં પણ નોહ્તું આવડતું જો ખોવાઈ ગયું હોત તો તેની એડમિશન જ કેન્સલ થઈ જાત !" ધીરજ એ કહ્યું.

" થઈ જાય ક્યારેક ધીરજ..અને આઈ કાર્ડ મળી ગયું ને ! આદત પડી જશે પછી." ફેનિલ એ કહ્યું.

" મને તો એ જ ખબર નથી પડતી કે આવાં જવાબદાર લોકો અહીંયા આવે છે જ શું કામ ?" ધીરજ એ કહ્યું.

" માન્યું કે તું બધાં સ્ટુડન્ટ્સ નો ઈનચાર્જ છો પણ તેનો મતલબ એ નથી કે આવી રીતે કોઈ ને ડરાવ...હવે જો તે કોલેજ છોડી દેશે તો !" નીલે હસતાં હસતાં કહ્યું.

" સારું મારે ટેન્શન ઓછું એક સ્ટુડન્ટને સચવાનું.."

 લંચ બ્રેક પૂરો થતાં બધાં ફરીથી પોતાનાં ક્લાસમાં ગોઠવાયાં. ચાર્મી અને કીર્તિ નો ક્લાસનો ક્લાસ બિલ્ડિંગ A માં ફર્સ્ટ ફ્લોર પર હતો. જ્યારે નિષ્ઠા નો ક્લાસ B બિલ્ડિંગ માં થર્ડ ફલોર પર હતો અને ધીરજ નો ક્લાસ સેકંડ ફ્લોર પર હતો. જ્યારે નિષ્ઠા ક્લાસમાં આવતી હતી ત્યારે ધીરજ ને તેણે સીડી પર ઊભેલો જોયો. ધીરજ સામેથી કંઈ પણ બોલ્યાં વગર જ નિષ્ઠા ત્યાંથી નીકળી ગઈ. ધીરજ એ પણ કંઈ ધ્યાન ન આપ્યું.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Abstract