Shanti bamaniya

Comedy Drama Children

4.0  

Shanti bamaniya

Comedy Drama Children

વાંદરો અને વેપારી

વાંદરો અને વેપારી

1 min
267


એક વાર્તા તમે બધાએ સાંભળી હશે.

એક વેપારી ટોપી લઈને ટોપી વેચવા જતો હતો.

રસ્તામાં આરામ કરવા વડ ના ઝાડ નીચે બેઠો અને ઊંઘી ગયો. તેના ટોપલામાંથી વાંદરાઓ ટોપીઓ લઈને ઝાડ ઉપર ચડી ગયા તે લેવા માટે ફેરીયાએ

યુક્તિ વિચારી કે વાંદરા નકલખોર હોય છે હું ટોપી ઉતારીને ફેંકીશ તો તેઓ પણ એમ કરશે અને તેવું જ થયું.

 તે ટોપીઓ ટોપલામાં ભરી લઈને જતો રહ્યો.

આ હતી પહેલાની વાર્તા

હવે આજની વાર્તા

લાંબા ટાઈમ પછી તે વેપારીનો છોકરો ટોપી વેચવા માટે જતો હતો તે પણ વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો અને ઊંઘી ગયો.

 ફરી એ જ બનાવ બન્યો...

વાંદરાઓ ટોપી લઈને ઝાડ પર ચડી ગયા આ છોકરાએ પણ તેના બાપની જેમ ટોપી નીચે ફેંકી

પણ વાંદરાઓએ તેનું અનુકરણ કર્યું નહીં

એક વૃદ્ધ વાંદરો નીચે આવ્યો ને પેલા છોકરાને એક થપ્પડ મારી દીધી.

"તારા પૂર્વજો તને શીખવાડીને ગયા "

તો અમારા પૂર્વજો એ અમને નહીં શીખવાડ્યું હોય

કે આજ પછી ટોપી નીચે ફેંકવી નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Comedy