Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vallari Achhodawala

Inspirational

4  

Vallari Achhodawala

Inspirational

શિક્ષક બની

શિક્ષક બની

1 min
299


શિક્ષક બની સજાવે મને,

કોણ શિક્ષક બની સમજાવે મને.


બેસવું, ચાલવું, દોડવું, રમવું,

માતપિતા શિક્ષક બની શીખવાડે મને.


લખવું, વાંચવું, ઘૂંટવું, ગોખવું,

બાળમંદિરના શિક્ષક શીખવાડે મને.


મોટા સપનાં જોતા ને સાહસ કેળવતાં,

શાળાનાં શિક્ષક શીખવાડે મને.


અજ્ઞાન ને જ્ઞાનથી સંપૂર્ણ કરીને,

કોલેજનાં શિક્ષક સક્ષમ બનાવે મને.


આયનો જ છે મારો સાચો શિક્ષક,

ચૂપચાપ વિના સંકોચે મારી કમી બતાવે મને.


ડગલે ને પગલે આવતી જિંદગીની કસોટીઓ, 

શિક્ષક બની નવા પાઠો કેવાં ભણાવે મને.


પસાર થઈ જતાં સમયનો પ્રવાહ,

પ્રેક્ષક બની જિંદગીનાં કોયડા સમજાવે મને..


સર્વશ્રેષ્ઠ શિક્ષકોને દિલથી 'થેન્ક યું' કહું હું,

ખૂદ મીણબત્તી બનીને પ્રકાશવાન જેણે બનાવ્યો મને.


મનનો આદરયુક્ત ખૂણો આપો શિક્ષકોને,

ખુદ ઉભાં રહી મંઝિલે વિદ્યાર્થીને પહોંચાડે જે.

શિક્ષક બની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational