Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

માનવદેહે ઈશ્વર

માનવદેહે ઈશ્વર

6 mins
280


આમ તો મારું સાચું નામ અન્નપૂર્ણા. પણ લાડમાં બધાં મને અનુ એવા હુલામણા નામે બોલાવતા. સામાન્ય રૂપ રંગ ધરાવતી હું દોડી દોડીને સહુનાં કામ કરતી એટલે 

સૌને ગમતી.! ગામની જ શાળામાં પ્રાથમિક અભ્યાસ કરીને હું નવમા ધોરણમાં આવી પણ...નવમું ધોરણ ભણવું હોય તો બાજુનાં ગામની હાઈ સ્કૂલમાં જવું પડે. માં વગરની હોવાથી મારે ઘરે કામ પહોંચતું. મારાં પરિવારમાં હું મારાં પિતાજી અને વૃધ્ધ દાદીમા..પિતાને નાની એવી ખેતી. જેમાં ત્રણેયનું ગુજરાન ઠીક ઠીક રીતે ચાલે. મારીબધી બહેનપણીઓ નવમું ધોરણ ભણવા બાજુનાં ગામમાં જતી. મને પણ ભણવાની ઘણી ઈચ્છા. પરંતુ ઘરની પરિસ્થિતિ જ એવી હતી.

સરકારી યોજના અંતર્ગત નવમાં ધોરણમાં ભણતી મારી બધી બહેનપણીઓને મફત સાયકલ મળી હતી. તે બધીને સાયકલ લઈને

સ્કૂલે જતી જોઈને મને મારી માતા બહુ જ યાદ આવતી. માને યાદ કરીને મારી આંખમાંથી બોર બોર જેવડાં આંસુ દડ દડી રહ્યા.

ત્યાં જ કોઈના પગનો અવાજ સાંભળીને હું નીચે બેસીને મારો ચહેરો પાણીથી ધોવા લાગી. મારાં પિતાએ મને ઊભી કરી. માથે હાથ મૂકીને માતાના સમ આપીને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે મારાં ગળે ડૂમો ભરાઈ આવ્યો.! પિતાએ માતાના મૃત્યુના સાતમે

મહિને મને ગળે લગાવી..! માતાના મૃત્યુ પછી મેં પહેલી જ વાર મારાં પિતાને આમ રડતાં જોયાં. પિતાને રડતાં જોઈને મને મારી મરતી માં ના શબ્દો યાદ આવ્યાં.

" અનુ... મારી દીકરી. હવે મને નથી લાગતું કે હું ઝાઝું જીવી શકું બેટા. તું પણ હજુ ઘણી નાની છું, મારી દીકરી. તને ભણાવી

ગણાવીને મોટી મેડમ બનાવવાનું મારૂં સપનું પૂરું નહીં થાય. તું તો બહું ડાહી છું ને મારી દીકરી...? તારાં પિતાનું ધ્યાન રાખવાની જવાબદારી તને સોંપીને હું નિરાંતે મરી શકીશ !"

મેં મારાં પિતાના આંસુ લૂછ્યા...! પિતાથી 

પોતાના રડવાનું કારણ છૂપાવીને હસતી હસતી ઘરમાં ગઈ. આવું જ એક વચન માતાએ પોતાનાં પતિ પાસે પણ લીધેલું.

" મારી અનુનું ધ્યાન રાખજો. તેની આંખમાં પાણી ન આવે તે જોવાની જવાબદારી હવે તમને સોંપીને જાઉં છું..!"

મારાં પિતાને પોતાની પત્નીને આપેલું એ વચન યાદ આવ્યું..! હવે અનુ તો કંઈ બોલશે નહીં. પોતે જ જાણવું પડશે એવું વિચારીને કદાચ મારાં પિતા મારાં પર સતત નજર રાખવા લાગ્યા.

સ્કૂલનાં સમયે સાયકલ લઈને જતી બહેનપણીઓને રોજ દૂર સુ દૂર સુધી જતી હું જોઈ રહેતી અને મારી આંખના ખૂણા 

લૂછતી. ખબર નહીં મારાં પિતાજીને મારાં રડવાનું કારણ શું હતું તે સમજાઈ ગયું.

એક દિવસ પિતાજી ખેતરે જતાં પહેલાં જ ગામની પ્રાથમિક શાળાનાં મોટાં સાહેબ જેમને સૌ ઠાકર સાહેબ કહીને ઘણું માન આપતાં તેમને મળવા ઉપડ્યા. મનોમન વિચારતાં હતાં કે મેં આ નિર્ણય લેવામાં મોડું તો ઘણું કર્યું છે

પણ સાહેબ કંઈક રસ્તો જરૂર સૂઝાડશે એ આશાએ નીકળી પડ્યાં..! ઠાકર સાહેબ પોતે બાજુના ગામની હાઈસ્કૂલમાં જશે અને અનુનો નવમા ધોરણમાં પ્રવેશ જરૂર કરાવશે એવી પિતાજીને ખાતરી આપી. હું ભણવામાં ખુબ જ હોંશિયાર હતી એટલે ઠાકર સાહેબને વિશ્વાસ હતો કે મને નવમા ધોરણમાં પણ વાંધો નહીં આવે. અઘરું જરૂર પડશે કારણકે પાંચ મહિનાનું ભણતર બગડ્યું હતું.. પ્રથમ કસોટી હજુ બાકી હતી એટલાં મારાં નસીબ સારા હતાં. ઠાકર સાહેબને જોઈને હાઈસ્કૂલમાં બધાં રાજી થઈને તેમનાં પ્રિય સાહેબને પગમાં પડવા લાગ્યાં ! કારણકે સાહેબ ગામમાં ઘણાં વર્ષોથી બધાંને પોતાનાં દીકરા દીકરી સમજીને ખૂબ હેતથી ભણાવતાં હતાં. સાહેબ તેમનાં જૂનાં વિદ્યાર્થીઓને મળીને સીધા જ પ્રિન્સિપાલ સાહેબને મળવાં તેમની ઑફિસમાં ગયાં. પ્રિન્સિપાલ નાની ઉંમરના અને બીજાં જિલ્લામાંથી થોડાં સમય

પહેલાં જ આવેલાં હોવાથી તેમની સાથેની આ પ્રથમ મુલાકાત હતી. હાઈસ્કૂલના એક બે શિક્ષકો તેમનાં વિદ્યાર્થી હતાં તેઓ પણ

સાહેબને મળવાં ઑફિસમાં દોડી આવ્યાં..! પ્રિન્સિપાલ સાહેબ સાથે ઠાકર સાહેબનો પરિચય કરાવ્યો અને અહીં સુધી આવવાનું

કારણ પૂછયું. ઠાકર સાહેબે મારાં નવમાં ધોરણમાં અભ્યાસ શરૂ કરાવવાની વાત કરી.! પહેલાં તો પ્રિન્સિપાલ સાહેબે આનાકાની કરી કારણકે પ્રથમ કસોટીની તારીખ પણ આવી ગઈ હતી.હવે કેવી રીતે શક્ય થઈ શકે...? ઠાકર સાહેબે મારાં ઘરની હાલત વિષે અને મારી આર્થિક પરિસ્થિતિથી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબને વાકેફ કર્યાં. મારાં ગામમમાંથી એ શાળામાં નોકરી કરતાં બીજાં શિક્ષકોએ મને એક્સ્ટ્રા સમય ફાળવીને ભણાવવાની જવાબદારી લીધી એટલે મારું નવમાં ધોરણમાં એડમીશન થઈ ગયું. સરસ્વતી સાધના યોજના અને અન્ય યોજનાઓનો લાભ જે મને મળવા પાત્ર હોય તે આપવાની વિનંતી કરી અને બધાનો આભાર માનીને ઠાકર સાહેબ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે પિતાજી પણ દોડીને ઠાકર સાહેબને મળવાં આવી રહ્યાં હતાં.

ઠાકર સાહેબનાં મોંઢે મારાં નવમા ધોરણમાં પ્રવેશના સમાચાર સાંભળીને પિતાજીએ એકદમ આકાશ તરફ નજર કરી. જાણે કે પોતાની પત્ની જીવીને કહી રહ્યાં હતાં કે મને માફ કરી દે. તારા મૃત્યુ પછી હું મારા કર્તવ્યને ભૂલી ગયો હતો પણ હવે ફરીથી આવી ભૂલ

ક્યારેય નહીં થાય..!

પિતાજીએ જાણે કે પવન પાવડી પહેરી લીધી હોય તેમ પવન વેગે ઘર તરફ દોડી રહ્યા હતાં..! પોતાની વ્હાલી દીકરીને ખુશીનાં સમાચાર આપવા કેટલી ખુશ થશે મારી અનુ ! ત્યાં તો હું હાંફળી ફાંફળી આવી...અને પિતાજીને વળગીને રડવા લાગી..! કંઈ પણ

બોલ્યા વગર હું તેમને ઘર તરફ ખેંચવા લાગી...! પિતાજીને સમજતાં વાર ન લાગી કે નક્કી બાને કંઈક થયું હોવું જોઈએ. લૉ બીપી નાં કારણે ચક્કર આવવાથી મારાં દાદી પડી ગયાં હતાં અને થાપાના હાડકામાં હળવી તિરાડ આવી ! તલવારનો ઘા સોયથી 

ટળ્યો. ઓપરેશનમાંથી બચ્યાં પણ પંદર દિવસનો ખાટલો આવ્યો. મારાં પિતાજી મનોમન વિચારે ચડ્યાં. હવે શું થશે.? કાલે તો અનુને સ્કૂલે મોકલવાની હતી...!

ગમે તે થાય પણ અનુ તો કાલથી સ્કૂલે જશે જ. મક્કમ નિર્ધાર કરી લીધો મારાં પિતાજીએ. હજુ હું મારાં નવમા ધોરણમાં પ્રવેશની વાતથી સાવ અજાણ હતી. મેં રસોઈ બનાવી. પિતાજીએ બાને ટેકો કરીને થોડાં બેઠાં કર્યાં અને મેં ખીચડી દૂધનું રબડુ બનાવ્યું અને તેમને પીવડાવ્યું. પાણી પીવડાવ્યું અને મોઢું પણ સાફ કરી દીધું... કારણકે હાથે બેઠો માર હતો. જે સરખું થતાં પણ બે ત્રણ દિવસ થવાનાં હતાં. પિતાજી મને જોઈ રહ્યાં હતાં. કદાચ વિચારી રહ્યાં હતાં કે હસવા રમવાની ઉંમરે આખાં ઘરની જવાબદારી મારાં માથે આવી હતી..! હું વાસણ માંજીને ઘરમાં આવી ત્યાં જ મારી બહેનપણીઓ દોડીને મને વીંટળાઈ ગઈ અને જે કહ્યું તે વાત પર મને મારાં કાન પર ભરોસો નહોતો.

" અનુ...! કાલથી તારે પણ અમારી સ્કૂલે આવવાનું છે.! કાલે તું આવીશ એટલે હાઈસ્કૂલમાં તને ચોપડાં આપી દેશે.!"

હું મારાં પિતાજી સામે વિસ્મયભરી નજરે જોઈ રહી હતી અને પિતાજીની આંખો જાણે કે મારી બહેનપણીની વાતમાં હામી ભરી રહી હતી.

" પણ રમણ અનુ નિશાળ જશે તો મારી ચાકરી કોણ કરશે..? અત્યારે હું સાવ પરસ્વાધીન થઈ ગઈ છું. " 

" બાપુ (પપ્પા) ... હું ઘરકામ કરીશ... અને તમારું અને દાદીમાનું ધ્યાન રાખીશ. મારે હવે આગળ નથી ભણવું ...!"

" ના અનુ. હું કાલે તારી નિશાળે ગયો હતો...! તારી નિશાળનો સમય ૧૧-૩૦ થી ૫-૩૦ નો છે. એટલે વાંધો નહીં આવે. તારે થોડી

તાણ રહેશે..પણ. મારી અનુ હોશિયાર છે.. સાચું ને બા...?"

" પણ રમણ અનુ આઠ ચોપડી તો ભણીને ? વાંચતા લખતા શીખી ગઈ એટલે બહું થયું..! છોકરીને ઝાઝું ભણાવીને કયાં પૈણાવીશ ?

આપણી નાતમાં ઝાઝું ભણેલી છોકરીનો કોણ હાથ ઝાલશે ?"

" બા. ગમે તે થાય. મેં હવે આખરી નિર્ણય લઈ લીધો છે. મારે અનુને આગળ ભણાવવી છેે. હું અને અનુ અમે બેય થઈને તમારી

ચાકરી કરીશું. તમારું ધ્યાન રાખવું એ અમારી જવાબદારી છે...!"

" બાપુ. મારે તો સ્કૂલે સવારે અગિયાર વાગે જવાનું ને... ત્યાં સુધીમાં હું બધું જ ઘરકામ કરી લઈશ...!

ત્યાં તો મારી બહેનપણીઓ પણ હોંશે હોંશે મને મદદરૂપ થવાની તૈયારી બતાવી. અમારાં પડોશી માસીએ મારી ગેરહાજરીમાં દાદીનું ધ્યાન રાખવાની જવાબદારી ઉઠાવી..! મને હવે ભણતી કોઈ નહીં રોકી શકે.

" સાહેબ ! મને સાયકલ તો મળશે ને ? "

" અરે અનુ ! કેમ નહીં ? સરકારને પણ મારી નાનકડી અનુને સાયકલ આપવી જ પડશે ! "

" સાહેબ ! તમારો આભાર માનું એટલો છે ! હું મારી માતાનું મોટી મેડમ બનવાનું સપનું પૂરું કરી શકીશ. સ્વપ્નનાં ગગનમાં ઊડતાં આ પંખીને પાંખો આપનાર આ દેવતાને કોટિ કોટિ વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational