Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Abstract

4.0  

Nardi Parekh

Abstract

ધૂરાનાં ધરનારા

ધૂરાનાં ધરનારા

2 mins
179


ઉર્ધ્વગતિ ચેતનાની નિશાની છે, પરંતુ આ ગતિને અનેક અવરોધ નડે છે. તેને પાર કરીને જ ઉન્નત શિખર સર કરી શકાય છે. પછી તે કોઈ પણ ક્ષેત્ર હોય ! એક પટાવાળાની નોકરી હોય તો પણ શૈક્ષણિક લાયકાત જોવાય ! જેમ જેમ પદ ઉન્નત થતું જાય તેમ તેમ લાયકાતને માંગ પણ વધતી જાય. શૈક્ષણિક ઉપાધિઓ ઉપરાંત નીતિમત્તા, વાક્છટા, કાર્યદક્ષતા ઉપરાંત અનુભવને પણ પ્રાધાન્ય અપાય છે.. ઉત્તરોત્તર પ્રગતિનાં સોપાન સર થાય છે. આ એક સર્વસામાન્ય છે અને દરેક ક્ષેત્રમાં સોપાન તો આ જ રહેવાના તો ભાવિ ભારતના ઘડવૈયાના ઘડનારા પાસે પણ આવી અપેક્ષા રખાય છે. હવે તેની પાસે જ્યારે અપેક્ષા રખાય ત્યારે તેની પૂર્તિ તે સારી રીતે તે કરી શકે તે કાજે યોગ્ય કાંઈ નહીં હોય, રાહબર નહિ હોય તો તે નૌકા હાલકડોલક થાય, પાર ઉતારવામાં મુશ્કેલી પડે છે બસ આજ મુખ્ય કારણ ગણો ઉદ્દેશ્ય ઘણો કે દરેક ક્ષેત્રને તેનું વ્યવસ્થિત સુકાની મળવું જરૂરી છે. વિવિધ ક્ષેત્રો માટે વિવિધ IPS, IFS , IRS હોય અને શિક્ષણ જેવા મહત્વનાં ખાતા માટે આઝાદીનાં ૭૫ વર્ષ પછી એક યોગ્ય પદાધિકારી ન મળે તો વાંક કોનો ? વહીવટી તંત્રનો, શિક્ષણ ખાતાનો, કે શિક્ષકોનો ?

ચીન અને અમેરિકા જેવા દેશોમાં મેરિટોક્રસી ચાલે છે એટલે કે જે તે ખાતું તેને સોંપાય જે તેના નિષ્ણાત હોય સ્વાસ્થ્ય ખાતાનો ઉપરી કે મંત્રી ડોક્ટર, રમતગમત ખાતું સંભાળનાર રમતવીર.. જેના લીધે તે તેમની સમસ્યા પણ સમજી શકે અને ઉકેલ પણ લાવી શકે. બાકી તો દરેક નોકરી દરેક કાર્ય માટે લાયકાત માંગવામાં આવે અને જેના હાથમાં દેશની ધુરા સોંપવાની છે તે નેતાઓને ચૂંટણી પત્ર ભરતાં પહેલા કોઈ લાયકાત બતાવવાની જરૂર નહીં ! અરે જેલવાસ ભોગવનારા પણ ઊભા રહે ! ! તો અ ધૂરા સોંપનારાની હાલત શું અને દેશની દશા શું ? બસ આ એક સાદી સીધી વાત જો અમલમાં મૂકાય તો ભારત વિશ્વગુરુ હતો અને ફરીથી થઈને રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract